Abtak Media Google News

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકોની વાત કરવામાં આવે તો ૧૩૦ ઉમેદવારોનાં રાજકીય ભાવી કાલે મતદારો ઈવીએમ મશીનમાં સીલ કરશે. સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સૌથી વધુ ૩૧ જયારે જામનગર બેઠક ઉપર ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. આ બંને સ્થળોએ બે-બે ઈવીએમ મુકવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની ૮ બેઠકો પર કુલ ૧૩૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે જેઓનું રાજકીય ભાવી ૧.૧૯ કરોડ મતદારોનાં હાથમાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૧૩,૮૪૮ મતદાન મથકો છે અને ૬૫,૨૪૪ લોકો ચુંટણી ફરજની કામગીરીમાં રોકાયેલા છે. કચ્છ લોકસભા બેઠક પર ૧૦ ઉમેદવારો, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ૩૧ ઉમેદવાર, રાજકોટ લોકસભા બેઠક પર ૧૦ ઉમેદવાર, પોરબંદર લોકસભા બેઠક પર ૧૭ ઉમેદવાર, જામનગર લોકસભા બેઠક પર ૨૮ ઉમેદવાર, જુનાગઢ લોકસભા બેઠક પર ૧૨ ઉમેદવાર, અમરેલી લોકસભા બેઠક પર ૧૨ ઉમેદવાર, ભાવનગર લોકસભા બેઠક પર ૪ ઉમેદવારો લોકસભાની ચુંટણી લડી રહ્યાં છે. જોકે આઠેય બેઠક પર મુખ્ય હરીફાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસનાં ઉમેદવાર લલિતભાઈ કગથરા વચ્ચે, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપનાં ડો.મહેન્દ્ર મુંજપરા સામે કોંગ્રેસનાં સોમા ગાંડા, પોરબંદર બેઠક પર ભાજપનાં રમેશ ધડુક સામે કોંગ્રેસનાં લલિત વસોયા, જામનગર બેઠક પર ભાજપનાં પુનમબેન માડમ સામે કોંગ્રેસનાં મુળુભાઈ કંડોરીયા, જુનાગઢ બેઠક પર ભાજપનાં રાજેશભાઈ ચુડાસમા સામે કોંગ્રેસનાં પુંજાભાઈ વંશ, અમરેલી બેઠક પર ભાજપનાં નારણ કાછડીયા સામે કોંગ્રેસનાં પરેશ ધાનાણી, ભાવનગર બેઠક પર ભાજપનાં ડો.ભારતીબેન શિયાળ સામે કોંગ્રેસનાં મનહર પટેલ જયારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર વિનોદ ચાવડા સામે કોંગ્રેસનાં ઉમેદવાર નરેશ મહેશ્વરી વચ્ચે ટકકર છે.

સૌરાષ્ટ્રકચ્છની બેઠકના ભાજપકોગ્રેસના ઉમેદવાર

ક્રમબેઠકભાજપના ઉમેદવારકોગ્રેસના ઉમેદવાર
કચ્છ (એસસી)વિનોદ ચાવડાનરેશ મહેશ્વરી
સુરેન્દ્રનગરડો. મહેન્દ્ર મુંજપરાસોમા ગાંડા પટેલ
રાજકોટમોહનભાઇ કુંડારીયાલલિત કગથરા
પોરબંદરરમેશ ધડૂકલલિત વસોયા
જામનગરપુનમ માડમમુળુ કંડોરિયા
જૂનાગઢરાજેશ ચુડાસમાપૂંજા વંશ
અમરેલીનારાણભાઇ કાછડિયાપરેશ ધાનાણી
ભાવનગરડો. ભારતી શિયાળમનહર પટેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.