અભિનંદનને મૂક્ત કરવાના ખુલાસા બાદ પાકિસ્તાનમાં આવ્યો “રાજકીય ભૂકંપ”

પૂર્વ પીએમ નવાઝ શરીફ અને સેના પ્રમુખ બાજવા આમને-સામને

અભિનંદન વર્ધમાનને મૂક્ત કરવાના ખુલાસા પર પાકિસ્તાનમાં “રાજકીય ભૂકંપ”  આવ્યો છે. પૂર્વ પીએમ નવાઝ શરીફ અને સેના પ્રમુખ બાજવા આમને-સામને આવી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. આ મામલે પાકિસ્તાનમાં ઉગ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

પાકિસ્તાનની સેનાનું કહેવું છે કે, સાંસદ સાદિકના નિવેદનથી રાષ્ટ્રીય સુરક્ષા પર ઉઠ્યા સવાલ ઉઠયા છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાનની સાંસદમાં મોટો ખુલાસો કરતા કહ્યું કે, ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાને છોડ્યો હતો. આસિફે કહ્યું કે પાકિસ્તાનની સત્તાની વચ્ચે ભારત સરકારને લઈને આ પ્રકારનો ડર બેઠેલો હતો કે જો તેમણે સમય બરબાદ કર્યા વગર તાત્કાલીક અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દો અને હિંદુસ્તાનની સામે ઘૂંટણીએ આવી ગયા હતા. ભારતને ખુશ કરવા માટે અભિનંદનને છોડવામાં આવ્યો હતો.

સાદિકની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હફીજ ચૌધરીએ કહ્યું કે વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિને લઈને પાકિસ્તાન પર કોઈ દબાણ નહોતું. પ્રવક્તાએ પોતાના સાપ્તાહિક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે પાકિસ્તાન સરકાર આ નિર્ણય શાંતિને ધ્યાનમાં રાખીને કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.

પાકિસ્તાનના મીડિયાએ સાદિકને ટાંકીને લખ્યું કે ત્યારે વિપક્ષના સાંસદોએ કહ્યું હતું કે વિંગ કમાંડર અભિનંદન સહિત તમામ મુદ્દે સરકારનું સમર્થન કરીએ છે, પરંતુ હવે આગળ સમર્થન નહીં કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે પુલવામમાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ ભારતે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કરવા એરસ્ટ્રાઈક કરી હતી.

ભારતે પાકિસ્તાનના યુદ્ધ વિમાન એફ-૧૬ને તોડી પાડ્યું હતું અને અન્ય એક યુદ્ધ વિમાનને ખદેડતી વખતે અભિનંદન વર્ધમાનના યુદ્ધ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું અને વિંગ કમાંડરને બંધક બનાવી લેવાયો હતો. પાકિસ્તાને ૧ માર્ચ ૨૦૧૯ના અભિનંદનને વાઘા-અટારી સરહદેથી ભારતને પરત સોંપ્યો હતો.