Abtak Media Google News

હેલ્પલાઈન પરની ફરિયાદના અનુસંધાને સ્ટેટ મોનિટરીંગ સેલ ભરશે પગલા: ટૂંક સમયમાં થશે ચાર આંકડાનો નંબર જાહેર

સરકારે દારૂ સહિતના કેફી દ્રવ્યોના વેંચાણ અને ઉપયોગ ઉપર લાલ આંખ કરી છે. ત્યારે દારૂબંધી અંગે પોલીસ પણ સફાળી જાગી છે અને ડીજીપીની નીગરાની હેઠળ એન્ટી બુટલેગર હેલ્પલાઈન શરૂ કરવાની તૈયારી કરી છે. સરકારે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ને ખાસ સત્તા પણ આપી છે. આ સેલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલા ભ્રષ્ટાચાર ઉપર નજર પણ રાખશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જે લોકોને બુટલેગર અંગે ફરિયાદ હશે તેઓ પોલીસની હેલ્પલાઈનનો સંપર્ક કરી શકશે. ટૂંક સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર ૪ આંકડાનો રહેશે. પોલીસ હાલ લીકર અને ગેમ્બલીંગ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માટે ગંભીર જણાય છે. ડીજીપીની નિગરાની હેઠળ ટૂંક સમયમાં એન્ટી બુટલેગર હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.

આ હેલ્પલાઈન નંબરના માધ્યમી પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલા ભ્રષ્ટાચાર પણ ખુલ્લા પડશે તેવું સૂત્રોનું કહેવું છે. ડીજીપી દ્વારા સંચાલીત સ્ટેટ મોનીટરીંગ સેલ આ હેલ્પલાઈન સંભાળશે અને લોક ફરિયાદો ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.