Abtak Media Google News

જંગલેશ્વરની રેડઝોન ૧ર શેરીઓમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ

લોકો સ્વયંમ પોતાની જવાબદારી સંભાળી પોલીસને સહકાર આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જનતાને કર્યો અનુરોધ

રાત્રી દરમિયાન શેરી ગલીમાં ફરતા શખ્સોને કેમેરાની મદદથી ઝડપી લેવાશે

કોરોના વાયરસની જાગૃતિ માટે પોલીસ ખ્યાતનામ લોકોની મદદ લેશે

કોરોના કોવિડ-૧૯ વાયરસને આગળ વધતો અટકાવવા ર૧ દિવસના લોકડાઉન પૂર્ણ થયા બાદ તા.૩મે સુધી લોકડાઉનને લંબાવાના લેવાયેલા નિર્ણય બાદ શહેરમાં લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે યોજેલી પત્રકાર પરિષદમાં માહીતી આપતા જણાવ્યું હતું કે જંગલેશ્ર્વરની રેડઝોન ૧ર શેરીઓમાં પોલીસનું સઘન પેટ્રોલીંગની સાથે સ્થાનીક આગેવાનની નિયુકતી કરી તમામને જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. લોકડાઉનમાં મુખ્ય માર્ગો સુમસામ બન્યા છે પણ શેરી ગલીઓમાં ફરી રહેલા શખ્સોને પણ લોકડાઉનનો ભંગ હેઠળ ધરપકડ કરવાની કાર્યવાહી ટુંક સમયમાં જ શરુ કરવામાં આવશે. અને રાત્રી દરમિયાન ફરતા શખ્સોનો કેમેરાની મદદથી વાહન નંબર મેળવી ઝડપી લેવાની કાર્યવાહીને વધુ અસરકારક બનાવામાં આવશે તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષોમાં જણાવ્યું છે.

વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી હોય અને જે વધુ ફેલાય નહીં જેથી ભારત સરકાર દ્વારા પ્રજાહીત અર્થે દિન-ર૧ નું સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું જે લોકડાઉન દરમ્યાન પોલીસ ડીપાર્ટમેન્ટની મહત્વની ફરજો રહેલી હતી જેમાં પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રજાહીત માટે લોકડાઉન સમય દરમ્યાન લોકોને લોકડાઉનનું પાલન કરવા લોકો જાગૃતિ અર્થે અલગ અલગ પ્રયાસો કરવામાં આવેલા તેમજ લોકડાઉન ભંગ કરતા પોતાની જાહેર ફરજો નહી બજાવતા ઇસમો વિરુઘ્ધ કાયદેરસની કાર્યવાહી કરવામાં આવી છે. અને સાથો સાથ નહીં બજાવતા ઇસમો વિરુઘ્ધ કાયદેરસની કાયવાહી કરવામાં આવી છે. અને સાથો સાથ માનવતાના ઉમદા ઉદાહરણો પણ પુરા પાડવામાં આવ્યા છે જે સમગ્ર દિન-ર૧ ના લોકડાઉન સમય દરમ્યાન રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા નીષ્ઠાથી પ્રજાહીતમાં ફરજ બજાવી કામગીરી કરવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉન જાહેર કરતા લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે બહારથી લોકો શહેરમાં ગેરકાયદેસર પ્રવેશે નહીં તથા શહેરમાં રહેલા લોકો સુરક્ષીત રહે તે માટે રાજકોટ શહેરના પ્રવેશ દ્વાર ગણાતા માર્ગો ઉપર લોકડાઉન ચેકપોસ્ટ-૯ તાત્કાલીક ઉભી કરવામાં આવી છે. તેમજ રાજકોટ શહેરભરમાં ફીકસ પોઇન્ટ ૬૪ ટુ વ્હીલ પેટ્રોલીંગ-૭૩, ફોર વ્હીલ પેટ્રોલીંગ-૩૫, હાઇરાઇઝ બીલ્ડીંગ ધાબા પોઇન્ટ ૧૩ રાખવામાં આવેલ જે ર૪ કલાક કાર્યરત રહે જેમાં શહેર પોલીસ એસઆરપી તથા ટ્રાફીક વોર્ડન મળી કુલ ૩૧૦૦ જેટલા અધિકારી તથા કર્મચારીઓએ તેમજ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો બનાવી અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે અલગ અલગ પો.સ્ટે. મા ફાળવી બંદોબસ્ત જાળવવામાં આવેલો જ શહેર પોલીસ દ્વારા તેઓની નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે.

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલા જે લોકડાઉન સમય દરમ્યાન કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે પ્રજામાં જાગૃતિ લાવવી જરુરી હોય જેથી શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબે લોકડાઉન સંબંધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાની પ્રસિઘ્ધી થાય લોકો તેનાથી લોકો જાગૃત થાય લોકડાઉન નુ ચુસ્તપણે પાલન થાય તેવી હેતુથી અલગ અલગ પો.સ્ટે. માં રિક્ષાઓમાં માઇક સાથે જાગૃતિ સંદેશ આપવામાં આવેલ.

રાજકોટ શહેર તમામ પોલીસ વાનમાં રહેલ માઇક દ્વારા લોકજાગૃતિ સંદેશ અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રસારીત કરી લોકજાગૃતિ  સંદેશ આપવામાં આવેલ. રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પો.સ્ટે. વિસ્તારના ડ્રોન કેમેરા સાથે માઇક રાખી લોકડાઉન અંગે જરુરી સુચના તથા જાગૃતિ સંદેશ આપવામાં આવેલ. રાજકોટ શહેર દુર્ગા શકિત ટીમ દ્વારા લોકડાઉન તથા કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુથી એક જાગૃતતા ગીત વીડીયો બનાવી પ્રસારીત કરવામાં આવેલ.

લોકડાઉન સમય દરમ્યાન જાહેર લોકોને પોલીસ મદદની કે કોઇ ફરીયાદ અરજી કરવા પોલીસ સ્ટેશન આવવાની જરુરીયાત પડે નહીં તે માટે રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇ-મેઇલ એડ્રેસ, ફેસબુક, ટવીટર તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઓનલાઇન ફરીયાદ અરજી કરવા સુચન કરી ખુબ જ અગત્ય જણાય તો જ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા સુચના કરવામાં આવેલ.

રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉન જાહેર થતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી દ્વારા લોકડાઉનનું પાલન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને જે અંગે લોકોને જાગૃતતા સંદેશ પણ પ્રસારીત કરવામાં આવેલ તેમ છતાં ઘણા લોકો દ્વારા લોકડાઉનનું પાલન નહીં કરી જાહેર જીવનમાં બેદરકારી દાખવવામાં આવતી હોય જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉન દરમ્યાન નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ.

લોકડાઉન દરમયાન ચેકપોસ્ટ, ફીકસ પોઇન્ટ તથા પેટ્રોલીંગમાં રહેલ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બહાર નીકળતા લોકોને રોકી બહાર નીકળવાના કારણો બાબતે પુછપરછ કરી અને જો તે કોઇ કામ વગર બહાર નીકળેલ હોય તો તેઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. રાજકોટ શહેરમાં સોસાયટી વિસ્તારમાં એકઠા થઇ લોકો બેસતા હોય તેમજ શેરી ગલીઓ માં એકઠા જઇ કોઇ રમતો રમતા હોય જે બાબતે રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ ને કુલ ૧પ ડ્રોન કેમેરા ફાળવી તે ડ્રોન કેમેરા મારફત વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

રાજકોટ શહેરમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા શહેરમાં સી.સી. ટી.વી. કેમેરા મારફત ર૪ કલાક કુલ ૪પ કર્મચારીઓ દ્વારા શહેર ભરમાં સતત વોચ રાખી કોઇ જગ્યાએ કોઇ લોકો એકઠા ન થાય અને જો કોઇ વ્યકિત એકઠા થયેલ હોય તો જે તે પો.સ્ટે. ને કોલ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ તેમજ વાહનો ઉપર વોચ રાખી કોઇ વાહન ચાલક વધુ વખત બહાર નીકળેલ હોય તો એ.એન.પી.આર. કેમેરાની મદદથી એનાલીસીશ કરી આવા વાહન ચાલકો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

રાજકોટ શહેરમાં મેડીકલ ટીમ દ્વારા કોરનટાઇન કરવામાં આવેલ વ્યકિત કોરનટાઇન નો ભંગ ન કરે તે માટે સેફ રાજકોટ નામની એપ્લીકેશન વિકસાવી આવા કોરનાટાઇન થયેલ વ્યકીતઓ બીટ ઇન્ચાર્જ તથા ચોકી ઇન્ચાર્જ દ્વારા ચેકીંગ કરી તેઓ ઉપર સતત વોચ રાખવામાં આવે છે. શહેરમા કોઇ વ્યક્તિ જાહેરનામાનો તથા લોકડાઉનનો ભંગ કરે તો તે બાબતે પોલીસને માહિતી આપવા માટે મો.નંબર ૭૫૭૫૦૩૩૭૪૭ના પ્રસિધ્ધ કરી તેમા વોટસએપ મારફત માહિતી આપવા પ્રસિધ્ધ કરી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી આવા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા લોકડાઉનનુ ચુસ્તપણે અમલ થાય તે માટે સરકારી વાહન તેમજ ખાનગી વાહનમા અવાર નવાર બધા બંદોબસ્તના પોઇન્ટો તેમજ એક પોસ્ટની વિઝીટ કરી જરૂરી સુચનાઓ આપવામા આવે છે. શહેરમા રહેલા પ્રોહીબુટલેગર, હીસ્ટ્રીસીટર, એમ.સી.આર., ટપોરી ઇસમોને સુરક્ષાકવચ એપ્લીકેશન મારફત નીયમીત પણે ચેક કરવામાં આવે છે.

લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે હાઇરાઇઝ બીલ્ડીંગો ઉપર ધાબા પોઇન્ટ રાખી જયાથી બાઇનો કયુલર દ્વારા વોચ રાખી લોકડાઉનનો ભંગ કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા કોરોના પોજીટીવ વ્યકિતના સંપર્કમા આવેલા વ્યકિતઓની ટેકનિકલ રીતે ઓળખ કરી તેવા વ્યકિતઓને કોરનટાઇન કરવાની કામગીરી વહીવટી તંત્ર સાથે મળી કરવામાં આવે છે.

જાહેરનામાના ભંગના કરતા ૧૩૦૬ની ધરપકડ કરી છે. એન.પી.આર. કેમેરા મારફત ત્રણ સામે ગુના નોંધાયા છે. ડ્રોન કેમેરા મદદથી ૪૪૨ શખ્સોને જાહેરતામાં ભંગ કરતા ઝડપાયા છે. હાઇરાઇઝ બીલ્ડીંગ ધાબા પોઇન્ટ આધારે ૧૮ સામે ગુના નોંધાય છે. જાહેરાતમાનો ભંગ કરતા ૪૨૩૫ વાહન ડીટેઇન કરાયા છે.

શહેર પોલીસ દ્વારા પોતાની ફરજ બજાવવા સાથે સાથે લોકોને હાલાકી ન પડે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરવા માટે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા માનવતા અભિગમ અપનાવી સમાજ સેવાનું એક ઉદારણ પુરુ પાડવામાં આવ્યું છે.

લોકડાઉન સમય દરમ્યાન શહેરના વસતા સીનીયર સીટીઝન વ્યકિતઓને કોઇ મુશકેલી ન પડે તેવા હેતુ માટે શહેરના દરેક પોલીસ સ્ટેશનના ચોકી તથા બીટ ઇન્ચાર્જ દ્વારા આવા સીનીયર સીટીઝન ની ઓળખ કરી તેની મદદ કરવા તત્પર રહે છે.

શહેરમા રહેતા પરપ્રાંતીય મજુરોને કોઇ તકલીફ ન પડે તે માટે જે તે થાણા અધિકારીઓ તથા કર્મચારીઓ જે અગલ અગલ વ્યકિતઓને સંપર્કમાં આવતા હોય જેથી તેઓની સુરક્ષા માટે તેઓને માસ્ક, સેનેટાઇઝર તથા તેઓની મેડીકલ તપાસણી કરાવવામાં આવે છે. શહેરમા એકલા રહેતા પોલીસ કર્મચારીઓને જમવાની અગવડ ન પડે તેમના નિવાસ્થાને તેમને જમાવાનું મળી રહે તેવી વ્યકવસ્થા કરવામા આવી છે. શહેરમા આવેલી તમામ ચેકપોસ્ટો તથા ફીકસ ઉપર પીવાના પાણી, છત્રી તથા દર કલાકે હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

નામાંકિત દવાની કંપનીએ કોરોના સામે રક્ષણ આપતી દવા પોલીસને આપી

કોરોનાના કપરા સમયમાં સતત ખડેપગે ફરજ બજાવતા અને પોતાની અને પોતાના પરીવારની પરવાહ કર્યા વગર લોકો માટે જહેમત ઉઠાવતા રાજકોટ શહેર પોલીસ જવાનો માટે અમદાવાદની નામાંકિત દવાની કંપની ઝાયડસ દ્વારા પોલીસને કોરોના સામે રક્ષણ આપતી અને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરતી ૫૦ હજાર ટેબલેટ (દવા) પોલીસને ફ્રી આપી છે. જેના કારણે શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું આ દવા રક્ષણ કરી શકશે અને પોલીસ વધુ સારી રીતે લોકો માટે પોતાની ફરજ બજાવી શકશે.

પોલીસની મદદ માટે સંરક્ષકની નિમણુક કરાશે

કોરોના વાયરસની મહામારી અંગે લોકડાઉન ચાલુ હોય જેથી પોલીસ દ્વારા રાજકોટ સહ રક્ષકની સ્થાપના કરવામાં આવશે. જેમાં શહેરના સેલીબ્રીટીઓ પણ પોતાની સહમતીથી જોડાવા માગે છે તેમજ હાલ અલગ-અલગ વિસ્તારના ૨૫ થી ૩૦ સારા વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવશે કે જેઓની ચાલ ચલગત સારી હોય તેઓની ખાત્રી કરી જે-તે વિસ્તારમાં મદદ લેવામાં આવશે જેઓ તમામ પોલીસના સેતુ તરીકે કોરોનાના ચેપને અટકાવવા તેમજ સંક્રમિતોના કવચ તરીકે પોલીસની કામગીરીમાં સાથે ફરજ બજાવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

૩૦૦૦થી વધુ પોલીસકર્મીને મેડિકલ ચેકઅપ કરાયું

મહામારી કોરોના વાયરસે વિશ્ર્વ આખાને અજગરી ભરડો લીધો છે ત્યારે ભારત અને ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી ઘરમાં રહો, સુરક્ષિત રહો જેવી કોરોના વાયરસનું સંક્રમણ તોડી શકાય તે માટે શહેરભરમાં સતત ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ સહિતના પોલીસ કર્મીઓના આરોગ્યને ધ્યાને રાખી સામાજીક સંસ્થાઓ તથા મેડિકલ એસોસીએશનના સહયોગથી અલગ-અલગ સ્થળોએ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦૦થી વધુ પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ પોલીસકર્મીઓને હાર્ટની તકલીફ હોવાનું બહાર આવતા તેઓને વધુ સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.