Abtak Media Google News

મોદી સરકારના ડીજીટલ ઈન્ડિયા પ્રોજેકટના ભાગ‚પે હવે પોલીસ સ્ટેશનો પણ ડીજીટલ થઈ રહ્યા છે. જી હા, ગુજરાત પોલીસે પોતાની અને નાગરિકોની સરળતા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિકસાવી છે. પોલીસ ડીપાર્ટમેન્ટે ઈ-પોલીસ વેરીફીકેશન સિસ્ટમ લોન્ચ કરી છે. જે થોડા દિવસમાં ૩૬૦૦૦ જેટલા વેરીફીકેશન પૂર્ણ કરી શકશે. જયારે જુની પઘ્ધતિ અનુસાર પોલીસ વેરીફીકેશનમાં ૩ થી ૪ માસનો સમય લાગી જતો હતો. હવે, આ માથાકુટમાંથી પોલીસ તેમજ નાગરિકોને મુકિત મળશે અને પોલીસ વેરીફીકેશનનું કામ માત્ર કલાકોમાં જ થઈ જશે.

દર વર્ષે સરકાર લાખોની સંખ્યામાં ભરતી કરે છે જેની માટે પોલીસ વેરીફીકેશન અનિવાર્ય છે. અમુક ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ આ માટે આવે છે. અગાઉ ઉમેદવારના ડેટા એસસી આરબીને મોકલવામાં આવતા હતા ત્યારબાદ તેને ફીઝીકલ વેરીફીકેશન માટે જીલ્લા પોલીસને મોકલવામાં આવતા હતા. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગરના પોલીસ અધિક્ષક અશોક યાદવે જણાવ્યું કે, ભરતી માટે દરેક ઉમેદવારનું પોલીસ વેરીફીકેશન કરવું આવશ્યક છે. તાજેતરમાં જ ગુજરાત પોલીસમાં ૨૫,૦૦૦ લોક રક્ષક દળ (એલઆરડી)ની ભરતી કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.