Abtak Media Google News

રૂપિયા ૧,૨૦ લાખનો દારૂ અને બિયર તેમજ ચાર લાખની ઝાયલો સહિત ૫.૨૦ લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી દારૂ – બિયરનો જથ્થો ભરેલી ઝાયલો કાર ઝડપી લઈ રૂ. ૫,૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, જો કે, પોલીસને જોઈ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી જતા ઝાયલો કારના નંબરને આધારે પોલીસે દારૂની હેરફેર કરનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ  મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના તેમજ નાયબ પોલીસ અધીક્ષક  બનો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાંથી દારૂ જુગાર જેવી બદી સદંતર નાબુદ કરવા સુચનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પો.હેડ.કોન્સ વશરામભાઇ દેવાયતભાઈને મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી.
પોલીસ વોચ દરમિયાન પ એક કાળા ક્લરની ઝાયલો કાર નંબર જીજે ૦૬- ઝેડ ૧૩૨૮ વાળી નો ચાલક ગે.કા. ઇંગ્લીશ દારૂની નાની મોટી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંન્ગલીશ દારૂની ગે.કા. રીતે વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરતા મુદ્દામાલ મુકી ગુનો કરી નાસી ગયેલ હોય ઇંગ્લીશ દારુની બોટલો તથા બીયર ટીન કૂલ નંગ ૪૭૨ કુલ કિ. રૂ. ૧,૨૦,૦૦૦ તથા મહીંદ્રા ઝાયલો કાર કિ. ૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૨૦,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી તેના  ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ જી.આર.ગઢવી, પ્રો.પીએસઆઇ બી.ડી.પરમાર, પો.હેડ કોન્સ.વશરામભાઇ દેવાયતભાઇ મેતા, પો.કોન્સ. મુકેશભાઇ હકુભાઇ, કિશનભાઇ શંકરલાલ, અશ્વીનભાઇ પ્રકાશભાઇ, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ, જયપાલસિંહ ભરતસિંહ,  તેજપાલસિંહ કીરીટસિંહ સહિતના સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.