Abtak Media Google News

ચમરબંધી સામે કડક કાર્યવાહી કરાશે: અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય

અમરેલી જિલ્લાના લાઠી ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના અંગે સુરતના ડાયમંડ કીંગ ગણાતા સવજીભાઇ ધોળકીયાને નિવેદન માટે પોલીસ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે અને ખોટી અફવા અને પોલીસમાં ખોટી અરજી કરી ગેરમાર્ગે દોરનાર ચમરબંધીને પણ નહી છોડવામાં આવે તેમ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

૨૦૧૮માં લાઠીના હરેકૃષ્ણ તળાવ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સુરતના ધોળકીયા અને ધોળકીયા ફાઉડેશનના સહયોગથી પ્રતિમાનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.  ગત તા.૪ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને કોઇ ખંડિત કરવામાં આવતા લાઠી ખાતે તનાવભરી સ્થીતી સર્જાય હતી. ચેમ્બર ઓફ કોમર્સ અને કિશાન સંગઠન સહિતના આગેવાનો મોટી સંખ્યામાં લાઠી દોડી ગયા હતા અને હીન કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. પોલીસે કનક પટેલની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

Patto Ban Labs 2

પોલીસ તપાસમાં ટેકટ્રર લઇને કામ ચાલુ હતુ ત્યારે તા.૪ જાન્યુઆરી પહેલાં ટ્રેકટરની ઠોકર લાગવાન કારણે ગાંધીજીની પ્રતિમા ખંડિત થયાનું બહાર આવ્યું હતું.પરંતુ સસ્તી પ્રસિધ્ધી મેળવવા ફાઉડેશન દ્વારા લાઠી પોલીસમાં ખોટી ફરિયાદ કરવામાં આવ્યાનું સામે આવતા અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું. કે આ અંગે સુરતના મોટા ગજાના ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાને જાણ હોય તેઓનું પોલીસ તપાસમાં નિવેદન જરૂરી હોવાથી પોલીસ નિવેદન માટે આગામી તા.૧૩ જાન્યુઆરીએ નિવેદન માટે અમરેલી પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યું છે.

આ ઘટનામાં સંડોવાયેલા કોઇ વગદાર કે ચમરબંધી હશે તો તેઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ નિર્દેશ એસ.પી. નિર્લિપ્ત રાયએ ‘અબતક’ સાથેની વાતચીતમાં આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.