Abtak Media Google News

કેશોદના યુવાનો,મજુરો અને મધ્યમ વર્ગના લોકો જૂગારના રવાડે ચડી થઈ રહ્યા છે પાયમાલ

કેશોદ શહેરમાં થોડા સમયમાં ગલીએ ગલીએ શરૂ કરવામાં આવેલ યંત્ર નાં નામે જુગાર માં ઓનલાઇન વરલી મટકાના જુગાર ખુલ્લેઆમ વગર રોકટોક બેફામ ચાલી રહ્યાં છે અને જવાબદાર તંત્ર મુકપ્રેક્ષક બની તમાશો ભરેલ ખિસ્સે નિહાળી રહી છે. કેશોદ શહેરમાં વસતાં મધ્યમ વર્ગના લોકો અને મજુર વર્ગના લોકો વાળા રહેણાંક વિસ્તારમાં દુકાનો માં મોટી સ્ક્રીન વાળા ટેલિવિઝન અને કોમ્પ્યુટર રાખીને વિડિયો ગેમ નાં નામે વરલી મટકાના જુગાર ખુલ્લેઆમ રમાડવામાં આવે છે. કેશોદમાં વસતાં યુવાનો,મજુરો અને મધ્યમ વર્ગના લોકો રાતોરાત માલદાર બનવાની લાલચમાં પોતાની રોજિંદી મંજુરી ની કમાઈ જુગાર રમવા માં હારી જાય છે અને બરબાદી તરફ આગળ વધી રહ્યા છે. વધુ જુગાર રમવા માટે વ્યાજખોરો નાં વિષચક્રમાં ફસાઈ ઘર છોડવા કે જીવ ગુમાવવાની નોબત આવે છે. કેશોદ શહેરમાં ચાલતાં વિડીયો ગેમ્સ નાં નામે જુગારધામ ઉપર નામદાર કોર્ટ નાં મસમોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને યુવાનો મજુરો અને મધ્યમ વર્ગના લોકોને ગેરમાર્ગે દોરવા માં આવી રહ્યાં છે, ખરેખર નામદાર કોર્ટ સમક્ષ મનાઈહુકમ મેળવવા અરજી દાખલ કરવામાં આવી છે અને શરતો નાં આધારે સુનાવણી ચાલી રહી છે. કેશોદ શહેરમાં ચાલતાં વિડીયો ગેમ્સ નાં નામે જુગારધામ સામે જવાબદાર તંત્ર પગલાં ભરશે નહીં તો શહેરનું યુવાધન, મજુર વર્ગ અને મધ્યમ વર્ગના લોકો જુગાર નાં રવાડે ચડી પોતે તો બરબાદ થશે સાથે સાથે પરિવારને પણ બરબાદ કરી નાંખશે.

7537D2F3 5

યંત્ર મટકા જુગાર કેશોદમાં આ રીતે રમાડાય છે 

આ નવતર પ્રકારનો યંત્ર મટકા જુગાર રમાડાતો કઇ રીતે રામડાય છે તે બાબતે વીગતો જોઈએ તો , શહેરમાં ધમધમતા આવા હાટડાઓમાં કોમ્પયુટરમાં એચ.એસ.માર્કેટિંગ પ્રા.લિ.નો સોફ્ટવેર આપવામાં આવ્યો છે જેમાં કોમ્પયુટરની સ્ક્રીનમાં ૧૦ ધાર્મિક યંત્રો જેમાં શ્રી યંત્ર, વશીકરણ યંત્ર, પ્લેનેટ યંત્રના ફોટા દેખાય અને તેની નીચે એક થી દશ નંબરના આંકડા લખેલા હોય, જે આ જુગાર રમતા ખેલીઓ પાસેથી સંચાલકો રૂપિયા જમા કરાવે અને જેટલા રૂપિયા જે આંકડા ઉપર રમવા માગતો હોય તે આંકડા ઉપર તે દાવ લગાડે અને જે જીતે તેને રૂ.૧૦ લગાવેલા હોય તો રૂ.૧૦૦ મળે, દર ૧૫ મિનિટે ઓન લાઇન ડ્રો કરવામાં આવતા હોવાનું પણ જાણવા મળેલ  છે..

યંત્ર મટકાની મોબાઇલ એપ પણ હોવાનું બહાર આવ્યુ

કોઈને ખબર પણ ન પડે તે રીતે રમાતા આ નવતર યંત્ર મટકાનો જુગાર લોકો પોતાના ઘરે બેસીને મોબાઇલ ઉપર રમી શકે તે માટે એચ.એસ.માર્કેટિંગ કંપનીએ યંત્ર મટકાની મોબાઇલ એપ બનાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે જેમાં પહેલાં આ એપ ઇનસ્ટોલ કરી પહેલાં બેલેન્સ ભરવાની હોય છે અને ત્યારબાદ તેના મોબાઇલમાં એપ ઓપન કરે ત્યારે તેની મોબાઇલના સ્ક્રીન ઉપર તેની બેલેન્સ, ડ્રોની માહીતી વગેરે જાણકારી અપાય છે જેના આધારે જુગારમાં કમાવવાની લાલચ ધરાવતો જુગારી આ એપની મદદથી બમણું જુગાર રમતો હોવાની વીગતો બહાર આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.