મુખ્યમંત્રીની સુરક્ષાની વાત આવે ત્યારે પોલીસે સજાગ રહેવું પડે: પોલીસ કમિશનર

rajkot
rajkot

બેકાબુ પરિસ્થિતી પોલીસ કંટ્રોલ કરતી હોય ત્યારે મીડિયા કર્મચારીઓનો સંયમ સાથે સહકાર જરૂરી: હુમલાની ફરિયાદ માટે જેસીપી, ડીસીપી અને એસીપીએ બે કલાક સુધી સમજાવ્યા છતાં ગુનો ન નોંધાવી પોતાની રીતે કાર્યવાહી કરવાની વાત અયોગ્ય હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા ઇન્દ્રનીલ રાજયગુરૂને ડીટેઇન કરવાની પોલીસને ફરજ પડી

શહેરમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોચ્યો છે. અને ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટમાં અત્યાર સુધી રહેલી શાંતિ ડખ્ખોળવાની ઘટના અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે રવિવારે પત્રકાર પરિષદ યોજી રૈયા રોડ પર બેનરના મુદે થયેલા ઘર્ષણના કારણે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા જે કાર્યવાહી કરવાની હતી તે તમામ કરી હોવાનું જણાવી શહેરમાં મુખ્ય મંત્રીની સુરક્ષા જાળવવાની પોલીસની પ્રથમ ફરજ અને જવાબદારી બનતી હોવાથી ઇન્દ્રનીલ રાજયગુરૂની અટકાયત, પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરિવાર રહેતો હોવાથી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે તમામ બાબત ધ્યાને લઇ ટોળા વિખેરવાની પોલીસને ફરજ પડી તે દરમિયાન મિડીયા કર્મચારીઓના સયંમ અને સહકાર પણ જરૂરી બની જતા હોવાનું જણાવ્યું હતું.

રૈયા રોડ પર બ્રહ્મસમાજના ડેલામાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા માલધારી સમાજની સભા સંબોધી ત્યારે લગાવવામાં આવેલા બેનર હટાવવાના મુદે ચૂંટણી પંચનું ધ્યાન દોરી કાર્યવાહી કરવાના બદલે જાતે બેનર હટાવવાના મુદે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા દિવ્યનીલ રાજયગુ‚ પર થયેલા હુમલા અંગે ફરિયાદ ન નોંધાવવાની ઇન્દ્રનીલ રાજયગુ‚એ ઇન્કાર કરી પોતાની રીતે કાર્યવાહી કરવાની વાતથી ઉશ્કેરાટ સાથે વાતાવરણ તંગ બની ગયું હતું આમ છતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે પ્રથમ એસીપી હર્ષદ મહેતા ત્યાર બાદ ડીસીપી કરણરાજ વાઘેલા અને છેલ્લે જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટને મોકલી બે કલાક સુધી ફરિયાદ નોંધાવવા સમજાવવાના પ્રયાસ થયા હતા.

આમ છતાં ઇન્દ્રનીલ રાજયગુરૂએ ફરિયાદ ન નોંધાવી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના ઘરે જવાનો નિર્ણય કર્યો ત્યારે રાજકોટમાં વીવીઆઇપી અને મુખ્યમંત્રીની સુરક્ષાની જવાબદારી પોલીસની રહેતી હોવાથી તેની અટકાયત કરવામાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવાની જરૂર હતી તે તમામ કાર્યવાહી કરી છે.

ચૂંટણી જાહેર થઇ ત્યારે જ બંને પક્ષના ઉમેદવારો સાથે પોલીસ કમિશનરે મિટીંગ કરી હોવાનું અને જે કંઇ પોલીસની જરૂર હોય તે જણાવવા તેમજ પ્રચારમાં થતી અડચણ અંગે જાતે કાર્યવાહી કરવાના બદલે તંત્રને સાથે રાખી કાર્યવાહી કરવા અનુરોધ કરી બંને પક્ષને શાંતિ જાળવવા અપીલ કરી હોવાનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જણાવ્યું હતું.

ઇન્દ્રનીલ રાજયગુ‚ સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડ કવાર્ટર લઇ જવામાં આવ્યા ત્યારે મોટુ ટોળુ પોલીસ હેડ કવાર્ટર ખાતે ઘસી આવતા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરિવાર રહેતો હોવાથી કોઇને મુશ્કેલી ન થાય તે માટે સમજાવવામાં આવ્યા હતા. પણ ટોળુ મોટા અવાજ સાથે સુત્રચ્ચાર કરી સતત શાંતિ ડખોળવા પ્રયાસ કરતું હોવાથી ટોળુ બેકાબુ બનતું હોવાથી પોલીસને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા હળવો લાઠ્ઠીચાર્જ કરવામાં આવ્યો હતો પણ કોઇને ગંભીર ઇજા પહોચી ન હતી.

પરિસ્થિતી બેકાબુ બનતી હોય ત્યારે ઘટનાનું કવરેજ મિડીયા દ્વારા થતુ હોય છે પણ આવી પરિસ્થિતીમાં મિડીયા કર્મચારીઓએ પણ સયંમ જાળવી પોલીસને સહકાર આપવો જોઇએ ઘટના સ્થળે મિડીયા દ્વારા થતી ઉશ્કેરણીથી તોફાની ટોળાને વધુ ઉતેજન મળતું હોય છે. મિડીયા કર્મચારીઓ પોતાની ફરજ ચુકી વિના કારણે પક્ષકાર બને ત્યારે પોલીસ કાર્યવાહીમાં ઘણો વિક્ષેપ પડતો હોય છે. મિડીયા સાથે પોલીસને ઘર્ષણ થયું તે ગમ્યુ ન હોવાનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જણાવી પોલીસની સમયસરની જરૂરી કાર્યવાહીથી રાજકોટમાં તંગદીલી ન સર્જાય તેની તકેદારી રાખી હોવાનું કહ્યું હતું.

શહેરમાં કોઇ પોલીસ અધિકારી પક્ષપાતથી કામ ન કરતા હોવાનું અને દિવ્યનીલ રાજગુ‚ પર થયેલા હુમલાના ગુનામાં સંડોવાયેલા તમામને તાત્કાલિક ઝડપી લીધા હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. અત્યાર સુધી શહેરમાં શાંતિ રહી છે તે રીતે શાંતિ જાળવવા બંને પક્ષને અનુરોધ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ નિષ્પક્ષ રીતે કોઇ કચાશ નહી રાખે તેમ કહ્યું હતું.

Loading...