યુવક-યુવતીઓને એકાંત પૂરું પાડતા પાર્લર પર પોલીસનો દરોડો

53

શહેરમાં અનેક સ્થળે યુવક-યુવતીઓને એકાંત પૂરું પાડતા પાર્લરો પર પોલીસે તાજેતરમાં જ દરોડો પાડી પાર્લરો બંધ કરાવ્યા બાદ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલા હેપ્પી હાવર્સ પર પોલીસે દરોડો પાડતા એકાંત માણવા આવેલા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલીક યુવતીઓએ પોતાના પરિવારને જાણ ન કરવા પોલીસને આજીજી કરી હતી. પોલીસે હેપ્પી હાવર્સના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી યુવક-યુવતીઓને ઠપકો દીધો હતો.

Loading...