Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ અને રાજ્યપાલની ઉપસ્થિત રહેશે:  રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, નિવૃત એએસઆઈ ગજુભા રાઠોડ, એએસઆઈ લખધીરસિંહ રાણા અને તત્કાલિન પોલીસ કમિશ્નર મોહન ઝા પસંદગી પામ્યા’તા

રાજય તંત્રના પ્રસંશનિય અને તેમાં પણ વિશિષ્ટ રાષ્ટ્રપતિ મેડલ જાહેર છે. ર૮મી તારીખે ગાંધીનગરમાં રાજયપાલ અને મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાનાર આ સમારોહમાં રાજય પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને તેઓની ટીમને જવાબદારી સુપ્રત કરી છે. પોલીસમાં પ્રસંંશનિય કામગીરી માટે એવોર્ડ મળે એ સારી બાબત છે પરંતુ વિશિષ્ટ રાષ્ટ્રપતિ ચંદ્રક મળવો એ ખુબ જ ભાગ્યની વાત છે. સામાન્ય રીતે આઇપીએસ કક્ષાએ કે વધીને ડીવાયએસપી કક્ષાએ આ એવોર્ડ મળતા હોય છે. પરંતુ આનંદની વાત એ છે કે આ વખતે એક પીએસઆઇ અને એક એએસઆઇનો વિશિષ્ટ મેડલમાં સમાવેશ છે. ભુતકાળમાં રાજકોટમાં લાંબો સમય સુધી યશસ્વી ફરજ બજાવી થોડો સમય અગાઉ જ નિવૃત થયેલા ગજેન્દ્રસિંહ (ગજુભા) રાઠોડ તથા રાજકોટ ગ્રામ્યમાં નાસતા ફરતા ગુન્હેગારોને ઝડપવાની રેકોર્ડ બ્રેક કામગીરી કરનાર લખધીરસિંહ ઝાલાને પણ આ સન્માન મળનાર છે.

રાજકોટના પોલીસ કમિશ્નર અને ટેકનોલોજીમાં માસ્ટરી ધરાવતા મનોજ અગ્રવાલને પણ વિશિષ્ટ એવોર્ડ મળનાર છે. રાજકોટમાં ભુતકાળમાં પ્રજામિત્ર તરીકે યશસ્વી કામગીરી કરનાર ડીજી કક્ષાએ નિવૃત થયેલા પુર્વ પોલીસ કમિશ્નર મોહન ઝાનો પણ સમાવેશ હોવાનું સુત્રો જણાવે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

આ એવોર્ડ મેળવનાર વિરુધ્ધ કોઇ ગુન્હાહીત ફરીયાદ કે એસીબી છટકા જેવી ફરીયાદ ન હોવી જોઇએ. યશસ્વી કામગીરી બદલ ર૦૦ જેટલી ગુડસર્વિસ ટીકીટ અને રોકડ ઇનામ મેળવ્યા હોવા જોઇએ. તમામ એવોર્ડ માટે શહેરમાં પોલીસ કમિશ્નર અને જીલ્લા કક્ષાએ એસપી દરખાસ્ત કરે આવી દરખાસ્તની સંબંધક રેન્જ વડા તપાસ કરે ત્યાર બાદ ડીજી ઓફીસને મોકલવામાં આવે ત્યાં પણ ખાસ કમીટી દ્વારા ચકાસણી કરવામાં આવે આ કમીટીમાં ગૃહ ખાતા સહીતના પોલીસ તંત્રના ઉચ્ચકક્ષાના અધિકારીઓ હોય છે. આ ચકાસણી બાદ મુખ્ય સચિવ મારફત કેન્દ્રમાં મોકલવામાં આવે અહી પણ આકરી ચકાસણી બાદ લીલીઝંડી મળ્યે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. ગેલેન્ટરી એવોર્ડ આગ, અકસ્માત, ધાડ, લુંટ અને આતંકવાદી હુમલા સમયે જાનના જોખમે બજાવેલી કામગીરી બદલ જ આ એવોર્ડ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.