વૃઘ્ધ પાસેથી સોનાના ઠોળિયાની લૂંટ કરનારને દબોચતી પોલીસ

સીટી એ ડિવિઝન પોલીસે શાસ્ત્રી મેદાનમાંથી પકડયો

કાલાવડના નવાગામના રહીશ વૃઘ્ધને રાજકોટમાં ભોળવીને બાઇક પાછળ બેસાડી રૂ. ૪૫ હજારના સોનાના ઠોળિયાની લુંટ કરનારને સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના નવાગામના ભલાભાઇ મેરૂભાઇ મેવાડા (ઉ.વ.૭૫) ગઇકાલે માલઢોરની દવા લેવા માટે રાજકોટ આવ્યા હતા. અને પોતાના ગામની બસની રાહ જોઇને નવા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા.

ત્યારે એક અજાણ્યો શખ્સ બાઇક લઇને આવીને તેમના જ સમાજની ઓળખાણ આવી ભલાભાઇને બાઇક પાછળ બેસાડી, ત્રિકોણબાગ પાસે અવાવરુ ગલીમાં લઇ ગયો હતો.

જયાં અજાણ્યોએ પોતાનું પોત પ્રકાશી ભલાભાઇની લાકડી આંચકી ગળુ દબાવી, મારી નાખવાની ધમકી આપી ભલાભાઇના કાના પહેરેલા રૂ. ૪૫ હજારના બે સોનાના ઠોળિયા કાઢી લઇ નાસી છુટયો હતો.

દરમિયાન આ બનાવની ફરીયાદ બાદ સીટી એ ડીવીઝન પોલીસના પીઆઇ સી.જી. જોશી અને પીએસઆઇ જે.એમ. ભટ્ટ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી બાજુ રાહુલભાઇ, હરપાલસિંહ અને જયરાજસિંહને મળેલી બાતમીના આધારે નાજા લાલજી વાઘેલા (લક્ષ્મીનગર નાલા પાસેની ઝુંપડપટ્ટી) ને શાસ્ત્રી મેદાનમાંથી પકડી લીધો હતો.

પોલીસે નાજા પાસેથી રૂ. રપ હજારની કિંમતનું જીજે ૦૩ બીજે ૩૯૯૫ નંબરનું હોન્ડા તેમજ રૂ ૪૫ હજારના સોનાના ઠોળીયા (કોળિયા) કબ્જે કરી તપાસ આરંભી છે.

Loading...