Abtak Media Google News

ચોટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. કેતનભાઈ તથા પો.હેડ.કોન્સ દેવાભાઈ તથા હરદેવસિંહ  તથા પો.કો. વસંતભાઈ તથા શેખાભાઇ વિગેરે સહીતની ટીમ દ્રારા ચોટીલા ટાવર ચોક બાજુની ગલીમાં રેઈડ કરતા જુગાર રમતા આરોપીઓ-  હીતેશભાઇ પ્રકાશભાઈ પરમાર દયજી ઉવ.૨૪ રહે.

ચોટીલા મોચીબજાર, પ્રકાશભાઇ ચંદુભાઈ વાઘેલા વાલ્મિકી ઉવ.૩૨  રહે.ચોટીલા મોચીબજાર પાસે, બીપીનભાઇ યતિલાલ બથવાર ઉવ.૨૮ રહે.ચોટીલા પોપટપરા,  વિમલભાઇ નનુભાઇ પરમાર દરજી ઉવ.૨૩ રહે.ચોટીલા મોચીબજાર  વિપુલભાઈ ભરતભાઇ ઝાલા મોચી ઉવ.૨૭ રહે.ચોટીલા મોચીબજાર  પ્રતિક ભાઇ કિર્તી ભાઇ પરમાર ઉવ.૧૫ રહે.ચોટીલા મોચીબજાર   અંકિતભાઇ નાનુભાઈ પરમાર દરજી ઉવ.૨૫ રહે.ચોટીલા મોચીબજાર  ચીરાજભાઇ શાંતુભાઇ પરમાર દરજી ઉવ.૨૪ રહે.

ચોટીલા મોચીબજાર  નીતેશભાઇ પ્રકાશભાઈ ઝાલા મોચી ઉવ.૨૪ રહે.ચોટીલા શાસ્ત્રીનગર સંદિપભાઇ નાનુભાઈ પરમાર મોચી ઉવ.૨૩ રહે.ચોટીલા શાસ્ત્રીનગર.વાળાઓને કુલ રોકડ રકમ રૂ,૧૭,૮૮૫/- ના મુદામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. કેતનભાઈ હરીભાઇએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.