Abtak Media Google News

Table of Contents

ક્વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા લોક દરબારમાં સારો પ્રતિસાદ મળ્યો: ૨૦૦થી વધુ અરજદારોને રૂબરૂ સાંભળ્યા: લાઇસન્સ વિના નાણાધિરધારનો ધંધો કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ રાજકોટમાં અભ્યાસ કર્યો હોવાથી તમામ પરિસ્થિતીથી માહિતગાર હોવાથી કામ કરવા વધુ સરળ બન્યું

શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ નથી: તહેવારોની હળીમળીને ઉજવણી થતી હોવાથી ખરા અર્થમાં ‘રાજકોટ રંગીલું શહેર’

મેગા સિટી બનવા જઇ રહેલા રાજકોટ માટે સીસીટીવી કેમેરા અને સુરક્ષા કવચ એપ્લીકેશનની મદદથી ગુનેગારો પર પોલીસની પકડ મજબુત બની

શહેરમાં ડીસીપી ઝોન-૨ તરીકે ફરજ બજાવતા કર્તવ્ય અને ફરજ નિષ્ટ મનોહરસિંહ જાડેજા ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે પોતે રાજકોટમાં જ અભ્યાસ કર્યો હોવાથી શહેરની તમામ પરિસ્થિત નજીકથી નીહાળી હોવાથી કામ કરવું વધુ સરળ બન્યું હોવાનું સ્વીકારી ‘અબતક’ની પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝની પ્રસંશા કરી હતી. મુળ ધ્રોલ તાલુકાના જાબીડાના વતની અને ધોળકા તેમજ બનાસકાંઠામાં પ્રસંશનીય ફરજ બજાવી રાજકોટ શહેરના ડીસીપી ઝોન-૨ તરીકેનો ચાર્જ સંભાળી મનોહરસિંહ જાડેજાએ શહેરના સંવેદનશીલ ગણાતા પોપટપરા અને ભીસ્તીવાડમાં નામચીન ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી કડક અધિકારી તરીકેની છાપ બનાવી છે.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ ‘અબતક’ સાંધ્ય દૈનિક, ‘અબતક’ ચેનલ, અને ‘અબતક’ ડિઝીટલ ન્યુઝના પ્રસારણ અંગે તલસ્પશી માહિતી મેળવી હતી. ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષભાઇ મહેતાના પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝની નેમ સાથે પ્રસિધ્ધ થતા સાંધ્ય દૈનિક, ચેનલ અને ડિઝીટલ વિભાગની કામગીરી નિહાળી પ્રફુલીત થયા હતા.

Police-Full-Control-Of-Major-Crime-In-The-City-Dcp-Zone-2-Manohar-Singh-Jadeja
police-full-control-of-major-crime-in-the-city-dcp-zone-2-manohar-singh-jadeja

શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ નથી મેજર ક્રાઇમની ઘટનામાં પોલીસની ત્વરીત કામગીરીથી ગુનેગારો પર પ્રભાવ રહેતો હોવાથી મારામારી કે હત્યા જેવી ઘટનામાં પોલીસ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી પ્રજાના માનસ પર પોલીસની છાપ સારી બનતી હોવાથી પોલીસની કામગીરીને ઝડપી અને ન્યાય લક્ષી બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટમાં લોકસભાની યોજાયેલી ચૂંટણી કોઇ વિધ્ન વિના પુરી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થતા હોય છે. તેમ છતાં પોલીસ તટસ્થ રહી પોતાની કામગીરી વધુ સારી બનાવવા અને જરૂરી તમામ પ્રોટેકશન આપવામાં પીછે હટ કરી ન હતી. શહેરના સંવેદનશીલ ગણાતા ભીસ્તીવાડ અને પોપટપરા જેવા વિસ્તારમાં પોલીસની અસરકારક કામગીરીથી નામચીન ગુનેગારો ગુનો કરતા સાત વાર વિચારે તેવી સ્થિતી નિર્માણ પામી હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજકોટમાં પરપ્રાંતિય લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. જો કે તમામ ગુનેગારો નથી હોતા તેમ છતાં તેઓ અન્ય રાજયમાં ગુનો આચરીને આવ્યા છે કે કેમ તે અંગેની પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાં આઇ-વે પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી ફુટેજ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ટેકનોલોજીની મદદથી તૈયાર કરાયેલી ‘સુરક્ષા કવચ’ એપ્લીકેશનની મદદથી ગુનેગારોની તમામ હીલચાલ પર પોલીસની બાજ નજર રહેતી હોવાથી ગુનાનું પ્રમાણ ઘણુ ઘટયું હોવાનું નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ કહી બાતમીદારોના નેટવર્કને પણ વધુ મહત્વ આપી દારૂ અને જુગારની બદીને નાથવામાં પોલીસ કટ્ટીબધ હોવાનું જણાવ્યું છે.

Police-Full-Control-Of-Major-Crime-In-The-City-Dcp-Zone-2-Manohar-Singh-Jadeja
police-full-control-of-major-crime-in-the-city-dcp-zone-2-manohar-singh-jadeja

શહેરનો પોલીસ સ્ટાફ પણ ખંતથી કામગીરી કરી પ્રજાને વધુને વધુ ઉપયોગી બની રહ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાજેતરમાં જ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે વ્યાજખોરોના ત્રાસ અંગે લોકદરબાર યોજતા ૨૦૦થી વધ અસરગ્રસ્તને રૂબરૂ સાંભળી તેઓની ફરિયાદનું નિરાકરણ લાવવા તમામ પોલીસ મથકના ઇન્ચાર્જને તાકીદ કરી હતી અને તેનું એસીપી કક્ષાના પોલીસ અધિકારીને સુપર વિઝન સોપવામાં આવ્યું છે. લાયસન્સ વિના નાણા ધિરધારનો ધંધો કરતા વ્યાજખોરો સામે પોલીસે લાલઆંખ કરી અનેક ગુના નોંધી લોકોને ન્યાય અપાવ્યો છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને લોકોમાં ટ્રાફિક અવેરનેશ લાવવા પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ સાથે સતત અને રેગ્યુલર મિટીંગ યોજી ટ્રાફિક સમસ્યાને હલ કરવા પુરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં યોગ્ય પાર્કીંગ વ્યવસ્થા ન હોવાનું અને રસ્તા પર દબાણો હોવાનું સ્વીકારી વેપારીઓને પોતાના વાહન પોતાની દુકાન પાસે પાર્ક ન કરવા અનુરોધ કર્યો છે.

Police-Full-Control-Of-Major-Crime-In-The-City-Dcp-Zone-2-Manohar-Singh-Jadeja
police-full-control-of-major-crime-in-the-city-dcp-zone-2-manohar-singh-jadeja

શહેરમાં ટૂંક સમયમાં જ જન્માષ્ટમી, ગણેશ સ્થાપન અને નવરાત્રી તેમજ મહોરમના તહેવાર આવતા હોવાથી તમામ તહેવારો શાંતિપૂર્વક અને ભાઇચારા સાથે ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાને પહોચી વળવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવશે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.