Abtak Media Google News

અષાઢીબીજની શોભાયાત્રા સમયે રેન્જ આઇજી મોરબીમાં ઉપસ્થિત રહેશે

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના ભરવાડ રબારી સમાજ જ્યાં ઉપસ્થિત રહે છે તેવી મચ્છુ માતાજી ની શોભાયાત્રા રૂટ પર ગઈકાલે મોરબીના પોલિસ જવાનોએ ફ્લેગમાર્ચ યોજી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું હતું.અષાઢી બીજના અવસરે મોરબીના મચ્છુમાતાજી ના ભક્તજનો દ્વારા વિશાળ શોભાયાત્રા યોજવામાં આવે છે આ વર્ષે શોભાયાત્રા Img 20170624 Wa0001અને ઇદ નો પવિત્ર તહેવાર સાથે આવતા હોય પોલિસ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક યોજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવી તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે શોભાયાત્રા રૂટ નું નિરીક્ષણ કરવા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.વધુમાં મોરબીમાં ભરવાડ રબારી સમાજ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજી આ રથયાત્રા હોવાથી કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજીનો મુકામ રહેશે.

આ ઉપરાંત એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ, પાંચ પી.એસ.આઈ અને ૧૩૦ પોલીસ જવાનો તથા એસઆરપી સહિતનો બંદોબસ્ત તૈનાત કરાશે. દરમિયાન ગઈકાલે મોરબી એ.ડીવીઝન પી.આઈ. આડોદરા સાહેબ સહિતના સ્ટાફ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા રૂટ પર પોલીસ જવાનો ની પદયાત્રા જોવા મળતા શહેરીજનો કુતુહલ વશ બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.