Abtak Media Google News

આજી ડેમ પોલીસને બે કલાક સુધી ઘેરાવ કરી રોષે ભરાયેલા ટોળાએ પોલીસમેનના શર્ટ ફાડી આબ‚ના લીરા ઉડાડયા અપહરણની ઘટનાની તપાસમાં પોલીસ બેકફુટ: નિ:સહાય આજી ડેમ પોલીસની મદદમાં શહેરભરની પોલીસ દોડી ગઇ

રાજકોટ શહેરની પોલીસ મોરલની ચિતા કર્યા વિના જમીનની ગુચ ઉકેલવામાં, ક્રિકેટ સટ્ટા, એમસીએકસ સટ્ટા સહિતના અનેક કાંડમાં વિવાદમાં ફસાયેલી છે. ગરીબો માટે કાયદો અને અમીરો માટે વ્યવસ્થા સમાન પોલીસની આબ‚ના ધજાગરા ઉડયા છે. અપહરણની ઘટનાની તપાસ અર્થે કેટલાક શખ્સોને આજી ડેમ પોલીસ મથકે બોલાવ્યા બાદ યુવકના પરિવાર અને પરિચીતો મોટી સંખ્યામાં આજી ડેમ પોલીસ મથકે ઘસી જઇ પોલીસ સ્ટાફને રીતસર બે કલાક સુધી બાનમાં લઇ ઘેરવ કરતા શહેર પોલીસે પોતાની રહી સહી આબ‚નું ધોવાણ થયું હતું નિસહાય બનેલી આજી ડેમ પોલીસની વહારે શહેરભરની પોલીસ પહોચી અને માફામાફી કર્યા બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.

જયનગરમાં રહેતા દિવ્યેશ ઉર્ફે દિવો તુલશીદાસ ગોંડલીયા નામનો યુવક ચંદ્રેશ ગજેરાની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને ૨૦ દિવસ પહેલાં ચોટીલા ફરવા ગયા હતા.ઘરેથી શાળાએ જવાના બહાને યુવતી પ્રેમી સાથે ચોટીલામાં ફરતી હોવાનું યુવતીના પરિવારને જાણ થતાં દિવ્યેશ ઉર્ફે દિવા ગોંડલીયાને મતદાનના દિવસે માલધારી ફાટક પાસે બાલા ઇન્ડસ્ટ્રીય એરિયામાં બોલાવી કારખાનામાં માર માર્યો હતો. ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

દિવ્યેશ ઉર્ફે દિવા ગોંડલીયાના પરિવારજનો આજી ડેમ પોલીસ મથકે રજૂઆત માટે દોડી ગયા હતા. ત્યારે આજી ડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલ કનકસિંહે લાકડીથી મારવાનું શ‚ કર્યુ હતું. તેની સાથે અન્ય પોલીસ સ્ટાફે રજૂઆત કરવા આવેલા ૨૦ થી ૨૫ના ટોળામાં આવેલી ગીતાબેન રમણીકદાસ ગોંડલીયા અને ગંગાબેન ભીખાભાઇ જાદવ તેમજ મોનાબેન વલ્લભભાઇ જાદવ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

રજૂઆત કરવા આવેલી મહિલાઓ પર પોલીસ તૂટી પડતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શ‚ કરતા આજી ડેમ પોલીસ બેકફુટ પર આવી ગઇ હતી. પોલીસ મથકે ઘસી આવેલા ૧૦૦થી વધુ શખ્સોના ટોળાએ ઘેરાવ કરતા આજી ડેમ પોલીસ નિસહાય બની જતા સમગ્ર શહેરની પોલીસ આજી ડેમ પોલીસ મથકની મદદે દોડી ગયા હતા.

ત્યારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સહિતના આગેવાનો આજી ડેમ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે વિના કારણે કરેલા લાઠ્ઠીચાર્જ અંગે ઉગ્ર રજૂઆત કરતા પોલીસ સ્ટાફે માફામાફી કરી પોલીસ પર પથ્થરમારો અને શર્ટ ફાડી નાખી ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો ન નોંધી ચાર મહિલા અને છ પુરૂષ સામે સીઆરપીસી ૧૫૧ મુજબ અટકાયતી પગલા લીધા હતા.આજીડેમ પોલીસ મથકને બે કલાક સુધી ઘેરાવ કરી પોલીસ પર હુમલો કરનાર સામે પોલીસ સ્ટાફ લાચાર બની આબરૂનું ધોવાણ થતું જોયું હતું. પોલીસ સ્ટાફ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશની રાહમાં માર ખાધા બાદ મોરલ તુટયું હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.