Abtak Media Google News

પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલે વડોદરાથી બદલી થઈને શાપરમાં પોસ્ટીંગ બાદ દારૂ અને જુગારના ૮ થી વધુ કેસ કરતા બુટલેગરો ભોભિતર: ગુનાખોરીને કાબુમાં રાખવાની સાથે-સાથે પીએસઆઈ ગોહિલ રાજકોટ રેન્જ ક્રિકેટ ટીમના કેપ્ટનપદે હોય અને ટીમને પ્રોત્સાહન આપી નેશનલ લેવલે પોલીસ ટીમનું નામ રોશન કરવા અથાગ પ્રયાસો હાથ ધર્યા છે

રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલ શાપર-વેરાવળમાં અનેક મોટા ઉધોગો અને નાના ઉધોગો સ્થાપિત થયા છે અને આ ઉધોગોમાં મજુરી કામ કરવા આવતા લોકો મોટાભાગે પરપ્રાંતિય હોય ત્યારે બહારના રાજયોમાંથી આવતા લોકોમાં કેટલાક ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવા ટેવાયા હોય જેથી ભુતકાળમાં શાપર-વેરાવળના ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ચોરી, મારામારી, જુગાર અને દારૂની બદી જોવા મળતી હતી. ભુતકાળમાં શાપર પોલીસે ૨૦૧૯માં હદપારીના કેસો કરવામાં મોખરે રહ્યા છે તેની સાથે સાથે વડોદરા સીટી પોલીસ સ્ટેશન વારાસીયા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કુલદિપસિંહ ગોહિલે ત્રણ મહિના પહેલા જ શાપર પોલીસ સ્ટેશનમાં બદલી થતા છેલ્લા ત્રણ મહિનામાં પીએસઆઈએ ગુનેગારો ઉપર પકડ મેળવી યશસ્વી કામગીરી બજાવી છે.

શાપર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પારડી, શીતળા માંના મંદિર, ઢોલરા, કાંગશીયાળી, પડવલા સહિતના વિસ્તારોમાં  સતત પેટ્રોલીંગ કરી ગુનેગારો પર પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલે પકડ મેળવી છે. સાથેસાથે આ વિસ્તારના ઉધોગપતિઓએ પણ પીએસઆઈ ગોહિલની કામગીરીને બિરદાવી છે અને આ વિસ્તારમાં ચોરી, મારામારી, લુંટ, જુગાર અને દારૂની બદી નાબુદ કરવા પ્રયત્નશીલ રહેલા પીએસઆઈ ગોહિલની પ્રશંસનીય કામગીરીને ઉધોગપતિઓએ બિરદાવી છે. આ વિસ્તારમાં છેલ્લા ૩ મહિનામાં જુગારના ૮ થી વધુ કેસો કરવામાં આવ્યા છે.

ગઈકાલે શાપર પોલીસે ભકિતધામ સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો પાડી ૬ મહિલાઓની અટકાયત કરી રૂા.૨૮,૬૩૦નો મુદામાલ કબજે કરી કોલેટી કેસ કર્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ સહિતનાં સ્ટાફે ચોકકસ બાતમીના આધારે ભકિતધામ સોસાયટી શેરી નં.૧માં નીતા રમેશ ગોરીયા નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા નીતા પટેલ તથા રાજી રાણાભાઈ સિંધવ, નયના રજનીકાંત કારીયા, સરોજ મનુ મહેતા, મીના દિનેશ લુડકીયા તથા સવિતા પુના ભલગામડીયા સહિતની ૭ મહિલાઓની ધરપકડ કરી રૂા.૨૮,૬૩૦નો મુદામાલ કબજે કરી શાપર પોલીસે વધુ એક કોલેટી કેસ કર્યો હતો.

7537D2F3 10

ગુનેગારો પર અંકુશ મેળવવાની સાથે સાથે પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલે ક્રિકેટ ટીમમાં પણ સારું પર્ફોમન્સ આપી પોલીસ ક્રિકેટ ટીમને ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦માં નેશનલ લેવલે પહોંચાડી છે. હાલ રાજકોટ રેન્જ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સેવા આપી ટીમનું જોમ વધારી રાજકોટ રેન્જ ક્રિકેટ ટીમને  નેશનલ લેવલની ઉંચાઈ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથધર્યા છે.

શાપર-વેરાવળ ઔધોગિક હબ હોય અને સતત લોકોની અવર-જવરના કારણે ખીસ્સા કાતરુ અને ગઠીયા લોકોની નજર ચુકવી માલમતા ચોરી કરી જતાની ઘટના ભુતકાળમાં અનેકવાર બની હોય ત્યારે પીએસઆઈ ગોહિલે આવા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરી સ્ટાફ પાસે પણ પેટ્રોલીંગ કરાવી આવી ઘટનાઓ ન બને તેના માટે સતત પ્રયત્નશીલતા દાખવી છે. સાથે-સાથે શાપર-વેરાવળના લોકો સાથે આત્મીયતાથી અને લાગણીસભર વર્તન કરી પોલીસની છાપ એક સાચા મિત્ર તરીકે ઉપસાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.