Abtak Media Google News

કૌભાંડ કરનારા સામે કડક કાર્યવાહી થશે: મોરી-બ્લોચ

કેશોદ માર્કેટ યાર્ડ ખાતે ખરીદાયેલો તુવેરનો મોટો જથ્થો રીજેકટ થતા સરકારી તંત્રએ તપાસ હાથ ધરી જીલ્લા સપ્લાય અધિકારીએ ૩ ટ્રક તુવેર રીજેકટ થયાનું અને કલસ્ટરે ૫ ટ્રક રીજેકટ થયાનું જણાવતા ભ્રષ્ટાચારની શંકા ઘેરી બની છે.શંકા આધારે ચાલુ ચૂંટણી સમયે ખેડુતોએ માર્કેટ યાર્ડ ખાતે તપાસ હાથ ધરતા તુવેરનો જથ્થો મશીન દ્વારા કલીન થતો હતો ખેડુતોએ કલેકટર, તપાસ અધિકારી તેમજ પોલીસને જાણ કરતા ચૂંટણીમાં રોકાયેલા છીએ તેવો જવાબ ભરી દેવાયો હતો.

તુવેરનો જથ્થો સગેવગે ન થાય તે માટે ખેડુતો રાતભર માર્કેટ યાર્ડ ખાતે રોકાણ કર્યું કેશોદ પાસ તથા ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકારે રિઝેક થયેલા માલમાં ચારણો મારી સારો માલ તારવાની કૌશિષ કરવામા આવતી હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે આ કૌભાંડ બહાર આવતા સરકારી તંત્ર હરકતમાં આવી ગયું હતુને આ અંગે નિગમ જવાબદાર અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જીલ્લા પુરવઠા અધિકારી મોરી તથા પુરવઠા નિગમના અધિકારી જહાંગીર બ્લોચે આ બાબતે જણાવ્યું હતુ કે કૌભાંડ કરનારા સામે કડક કાર્યવાહી થશે તેમાં કોઈ પણ હશે તેને અમો છોડુ નહી તેમ અંતમાં જણાવ્યું હતુ.

આ અંગેની મળેલ જાણકારી મુજબ પુરવઠા અધિકારી સહિતની ટીમ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધેલ છે. જીલ્લા પૂરવઠા અધિકારી તથા નિગમના અધિકારીઓ એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુવેર ખરીદી કૌભાંડમાં ખરીદી ઈન્ચાર્જ જે બી દેસાઈ , કેલેસ કમ્પનીના ગેડર ફેઝલ સબીર મુગલ, ગોડાઉનના મજર જયેશ લખમનભાઈ ભારતી, હિતેષ હરજી મકવાણા જૂનાગઢ, ભરત પરસોતમ વઘાસીયા દાંતરાણા, જીજ્ઞેશ બોરીચા હાંડલ, અને કાનાભાઈ વિરડા માણેકવાળા સામે પોલીસે ફરિયાદ નોંધી કાયસેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.