Abtak Media Google News

વૈશ્વિક મહામારી કોરોનાને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા બે તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ વધુ તા.૧૭ મે સુધી લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના હોટસ્પોટ ગણાતા જંગલેશ્ર્વર વિસ્તારમાં શહેરમાંથી સૌથી વધુ કેસો સામે આવતા પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ તેમજ ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ત્રણ દિવસ પૂર્વે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીમાંથી રાત્રીના સમયે ૧૦૦ થી ૧૫૦ પરપ્રાંતિય શ્રમિકો પતરુ તોડીને પોતાના વતનમાં જવા માટે નદીના પટમાંથી ચાલતા ચાલતા નિકળવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને ભક્તિનગર પોલીસની ટીમે શ્રમિકોને પોતાના વતન ન જવા સમજાવી પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે શ્રમિકો દ્વારા પોતાની પાસે પૈસા ન હોવાથી ભુખ્યા હોવાની રજૂઆત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તાત્કાલીક બોલબાલા ટ્રસ્ટ તરફથી જમવાનું મંગાવી જઠરાગ્ની ઠારવામાં આવી હતી.

Img 20200511 Wa0034

આ ઘટનાની ગંભીરતા લઈ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજે દુરબીનથી જંગલેશ્ર્વર વિસ્તારનું નિરીક્ષણ કરી બંદોબસ્તમાં રહેલા અધિકારી અને કર્મચારીઓની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી.

હાલના લોકડાઉન ચાલુ હોય જે લોકડાઉનની પરિસ્થિતિમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી પોઈન્ટ તેમજ મહત્વના પોઈન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરી લોકડાઉનનો સંપૂર્ણ પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખાનગી વાહનમાં ચેકપોસ્ટ તથા ફીકસ પોઈન્ટ ઉપર સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.