Abtak Media Google News

કોન્સ. અશોકભાઈ રાવતભાઈ, હેડ કોન્સ. ખોડુભા વખતસિંહ, હરપાલસિંહ જસુભા, એએસઆઈ તૃષાબેન આર.બુહા, કોન્સ. રોહિતભાઈ ધનસુખભાઈ, એએસઆઈ વિજયભાઈ રઘુભાઈની પોલીસ કમિશનરે પીઠ થબથબાવી

પોલીસની સરાહનીય કામગીરીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કોપ ઓફ ધ મંથ હેઠળ ઝોન-૨ વિસ્તારના ૨ એએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓની સુંદર કામગીરીને બિરદાવીને પોલીસ કમિશનરે પીઠ થબથબાવી હતી. કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોના વારીયર્સ તરીકે ઉભેલા પોલીસ કર્મીચારીઓને સરાહનીય કામગીરીને કોપ ઓફ ધ મંથ હેઠળ ઝોન-૨ વિસ્તારમાં આવેલા પ્ર.નગર પોલીસ મથકના કોન્સ. અશોકભાઈ રાવત, ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. ખોડુભા વખતસિંહ, યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જસુભા, તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ તૃષાબેન આર.બુહા, માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. રોહિતભાઈ ધનસુખભાઈ અને મહિલા પોલીસ મથકના એએસઆઈ વિજયભાઈ રઘુભાઈની સુંદર અને સરાહનીય કામગીરીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વિરદાવી હતી અને આ તમામ પોલીસ કર્મચારીને તેમની કામગીરી અંગે પીઠ થબથબાવી પ્રોત્સાહિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.