Abtak Media Google News

થાનગઢ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ તથા પોસઇ એમ.આર.પલાસ તથા એ.વી.પાતળીયા તથા એ.એસ.આઇ. સહદેવસિહ આર ઝાલા તથા હે.કો.મદીનખાન મલેક તથા રુપાભાઇ જોગરાણા તથા ભૂપાભાઇ કારેલીયા, નીમિતભાઇ પરમાર તથા રામભા ગઢવી તથા પોકો વસંતભાઇ સોનારા વિગેરેની અલગ અલગ ટીમો બનાવી આરોપીના છુપાવાના સંભવિત સ્થળે તપાસ કરી કરાવવા તજવીજ હાથ ધરી હતી. જે દરમિયાન ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલ માહિતી અનુસાર સદર નાસતો ફરતો આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચર મોડી રાતના સમયે પોતાના ઘરે આવવાની હકીકત આધારે ચોટીલા રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન માહિતી મુજબ સદર આરોપી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થતા આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચરને અટકાવી જરુરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરેલ છે….

આ ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચર રહે ઝાલાવાડ મફતીયા પરા, થાનગઢનાને બનાવ સંદર્ભે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી વધુમાં જણાવેલ કે, બનાવના દિવસે શનિવાર હોય તેમજ બીજા દિવસથી સાતમ-આઠમની રજા પડવાની હોય બેન્કમાં લોકોની વધુ ભીડ હતી, આ દરમિયાન બેન્કમાં પોતાના કામકાજ અર્થે આવેલ મરણ જનાર ભુપતભાઈ દાદભાઇ બોરીચાને લાઇનમાં ઊભા રહેવા બાબતે જણાવતા બન્ને વચ્ચે બોલાચાલી થયેલ, જે બાબતે બેન્કની બહારના ભાગે વધુ બોલાચાલી થતા મરણજનાર કનુભાઇ દાદભાઇ બોરીચાએ લોખંડના પાઇપ મારતા આરોપીએ ઉશ્કેરાઈ જઇને પોતાના પરવાનાવાળી બારાબોર બંદૂકમાથી બે રાઉન્ડ ગોળી છોડેલ હોવાનો સ્વીકાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.