પોલીસની મંજુરી: 27મીએ રાજકોટમાં યોજાશે ખેડૂત સંમેલન

કાયદો, વ્યવસ્થા જાળવવાની કિસાન સંઘર્ષ સમિતિએ આપી બાંહેધરી

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ તથા પોલીસ વચ્ચે ખેડુત સંમેલન યોજવા સહમતિ સધાઇ છે અને શહેરમાં તા.ર૭મીએ ખેડુત સંમેલન માટે પોલીસ તંત્રે શરતી મંજુરી આપી છે.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તારીખ ૨૨ મી એ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવાનું આયોજન હતું પ્રશાસન દ્વારા તારીખ ૨૦ ના રોજ થી ખેડૂત આગેવાનોને નજરકેદ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું ખેડૂતોને રાજકોટ સંમેલનમાં જતા અટકાવવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા હતા અને છેલ્લે સુધી મંજરી ન આપી ખેડૂત સંમેલન નિષ્ફળ કરવાના સરકારના મરણીયા પ્રયાસ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો ૨૧ તારીખે ધરણાં પર બેસી ગયા હતા.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ હતી કે અમને જેવી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ વગર રોકટોક કાર્યક્રમ કરી શકે છે તેવી રીતે કાર્યક્રમ કરવાની છૂટ આપવામાં આવે, ખેડૂતોને સંમેલનમાં જતા રોકવામાં ન આવે, કોઈ ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં ન આવે તેવી માંગ સાથે ત્રણ વખત ધરણાંમાં બેઠા અને ત્રણ વખત અટક કરી લેવાયા.

છેલ્લે ૮ લોકો સામે ગુનો પણ દાખલ કરાયો જેમાં પાંચ ખેડૂત આગેવાન ડાયાભાઇ ગજેરા, વસરામભાઈ સાગઠિયા, હરિચન્દ્રસિંહ જાડેજા, ભૂપતસિંહ ઝાલા, ભાવેશ લુણાગરિયા અત્યારે પણ જેલમાં છે આજે એમને જામીન મળે તેવી શકયતા છે

ગઈ કાલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સભ્યો પાલભાઈ આંબલિયા, અરુણભાઈ મહેતા, ગિરધરભાઈ વાઘેલા, રાજુભાઈ કરપડા, હિરેન ખાંટ, ચેતન ગઢિયા, પી.આર. જાડેજા સહિત બે ધારાસભ્યઓ હર્ષદ રીબડીયા અને બાબુભાઇ વાઝા સહિતના આગેવાનો રાજકોટ પોલીસ કમિશ્નરને મળવા ગયા હતા કમિશનર  ઉપસ્થિત ન હોય ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એ.ઓ.પી.બસિયા ને મળ્યા હતા ચર્ચાના અંતે મનોહરસિંહ જાડેજાએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત આગેવાનો અને ધારાસભ્યશ્રીઓને બાંહેધરી આપી હતી કે

તમે નવી તારીખમાં મંજુરી માંગો અમે મંજૂરી આપશું, વગર રોકટોક કાર્યક્રમ કરવાની, મેદાનની કેપેસિટી કરતા અર્ધી સંખ્યા ભરવાની મંજૂરી આપશું પણ શરત એટલી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ૨૬ ની દિલ્હીની ખેડૂતોની મહા પરેડમાં જો કોઈ અઘટિત ઘટના બને અને કાયદો અને વ્યવસ્થામાં અડચણરૂપ થાય એમ હશે તો અમે આ બાંહેધરી અંગે ફેર વિચારણા કરીશુ

બન્ને ધારાસભ્યઓ અને ખેડૂત આગેવાનોએ સહમતી બતાવી અંતે આવનારી ૨૭ જાન્યુઆરી એ ખેડૂત સંમેલન કરવાની મંજૂરી માંગી લેવામાં આવી છે અને આવનારી ૨૭ જાન્યુઆરી એ ખેડૂત સંમેલન યોજાશે

Loading...