પોકર અને રમીએ જૂગાર ગણાય

gambling
gambling

રાજયમાં પોકર પર પ્રતિબંધ: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યું હતુ કે પોકરની રમત જુગાર છે. માટે તેને પરવાનગી આપવામાં આવશે નહી શહેરમાં પોકર હાઉસ ખોલવા ઈચ્છુકોએ ગત વર્ષે કોર્ટમાં અરજી કરી હતી. કારણ કે શહેર પોલીસ દ્વારા તેમને પરવાનગી આપવામાં આવી ન હતી જેની અરજી હાઈકોર્ટમાં કરતા અરજદારોએ જણાવ્યું હતુ કે પોકરની પરવાનગી અંગે અમુક પોલીસ અધિકારીઓએ વિરોધ કર્યો નથી ત્યાર લોકલ પોલીસે તેને બંધ કરવા પ્રયત્નો કર્યા હતા.

આ રજુઆત કોર્ટ સમક્ષ પહેલા પણ આવી હતી કારણ કે ભારતનાં અમુક રાજયોમાં પોકરને જુગાર ગણવામાં આવતુ નથી. પરંતુ આ ગેમની એક આવડત છે. અને કોઈ પણ રમતની આવડતને જુગાર પ્રતિબંધ એકટમાં સામેલ કરી શકાય નહી તેમણે તેના પૂરાવા તરીકે રાજયોના નામ રજૂ કર્યા હતા જેમાં પોકરને જુગાર ગણવામાં આવતું નથી. જેમાં પોકર ઓર્ગેનાઈઝર ઈન્ડિયન પોકર એસોસીએશને પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતુ કે ગેમીંગ ઝોનમાં પોકરની સુવિધા માટેની પરવાનગી આપવી જોઈએ તેમણે ઘણા તથ્યો રજૂ કર્યા પરંતુ અરજદારોને ગુનેગારીની રજુઆત મામલે દોષિત જાહેર કરાયા. આ મામલે ખૂબજ લાંબી ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકારે રાજયમાં પોકર પર પ્રતિબંધ જાહેર કર્યો છે. કારણ કે આ રમત લોકોનું જીવન બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Loading...