Abtak Media Google News

ઈન્ટરપોલે 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની બહેન પૂર્વ દીપક મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ED મુજબ ઈન્ટરપોલે અમારા આગ્રહ પર ધનશોધન મામલે પૂર્વી મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

ઓગસ્ટમાં મુંબઈની વિશેષ અદાલતે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઈ નિશલને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા માટેનું સમન જાહેર કર્યું હતું. બંને બેલ્જિયમના નાગરિક છે.

કોર્ટે કહ્યું હતું કે જો બંને અદાલત સમક્ષ હાજર નહીં રહે તો નવા ભાગેડુ ગુના અધિનિયમ અંતર્ગત તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે.ઈન્ટરપોલે ગત સપ્તાહે નીરવ મોદી અને તેમના નજીકના સહયોગી મિહિર ભંસાલી વિરૂદ્ધ આ મામલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.નીરવ મોદીની ફાઈવસ્ટાર ઈન્ટરનેશનલ કંપનીના કાર્યકારી ભંસાલી પીએનબી કૌભાંડની તપાસ શરૂ થયા બાદથી ફરાર છે.EDએ નીરવ મોદી અને તેના મામા ગીતાંજલ ગ્રુપના મેહુલ ચોકસી દ્વારા કૌભાંડની અન્ય વિગત મેળવવા માટે ભંસાલી તેમજ પૂર્વીની પૂછપરછ કરવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.