Abtak Media Google News

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવીડ મુનેત્ર કડગમ (દ્રુમક) નેતા એમ કરુણાનિધિના નિધન પછી સમગ્ર તમિલનાડુમાં શોકની લહેર છવાઈ ગઈ છે. રાજ્યમાં સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટીને રાજાજી હોલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. દેશના તમામ મોટા નેતા તેમના અંતિમ દર્શન માટે અહીં પહોંચી રહ્યા છે.

અભિનેતા રજનીકાંત પણ તેમને શ્રદ્ધાંજલિ પહોંચવા માટે અહીં પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરુણાનિધિના અંતિમ દર્શન કર્યા અને તેમના દીકરા સ્ટાલિન અને કનિમોઝીને સાંત્વના આપી હતી. આ દરમિયાન કરુણાનિધિના અંતિમ દર્શન કરવા એકત્ર થયેલી ભીડ બેકાબૂ થઈ છે. રાહુલ ગાંધી પણ કરુણાનિધિના અંતિમ દર્શન માટે આજે ચેન્નાઈ પહોંચવાના છે.

DMK પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિ (94)નું મંગળવારે સાંજે નિધન થઈ ગયું. તેઓ 11 દિવસથી કાવેરી હોસ્પિટલમાં દાખલ હતા. કાવેરી હોસ્પિટલે કહ્યું- તમામ પ્રયાસો છતાં અમે તેઓને બચાવી ન શક્યા. કરૂણાનિધિએ સાંજે 6-10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.