Abtak Media Google News

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક કલેકટર પરિમલ પંડ્યાના હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે પ્રમાણપત્રોનું વિતરણ

Img 8343

ભારત સરકારની “પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અને “પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે તા. ૩૦ થી તા. ૬ ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજય અને રાજકોટ જિલ્લામાં પેન્શન સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રાજકોટ એન્જીનીયરીંગ એસો. હોલમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં યોજનાકીય જાણકારી આપતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર લોક કલ્યાણની અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના  અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના ઓ  અસંગઠિત એવા અસુરક્ષિત લોકોને વૃધ્ધાવસ્થા સમયે પેન્શન થકી સામાજિક સુરક્ષા પુરી પાડવાનો ઉમદા હેતુ છે. આ યોજનાઓનો શ્રમિકો, છુટક વેપારીઓ, સ્વરોજગારમાં રોકાયેલ વિગેરેને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બંને યોજનાઓની જાણકારી આપવા અને પેન્શન સપ્તાહ ઉજવણી સંદર્ભે કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષકુમાર ગંગવારનું વકતવ્યનું દિલ્હીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજનામાં જોડાયેલ લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે પ્રમાણપત્રોનું ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, રાજકોટ એન્જીનીયરીંગ એસો. પ્રમુખ પરેશભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા વિગેરેના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

Img 8324 1

આ કાર્યક્રમના પ્રારંભમાં શ્રમ અધિકારી એસ. એસ. બકલએ સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સરોજબેને કર્યુ હતું. આ પ્રસંગે તાલીમી નાયબ કલેકટર સરયુબેન જનકાંત, સંકલીત બાળ વિકાસ યોજનાનાં પ્રોગ્રામ અધિકારી વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોલીયા, ચેતનાબેન, અન્ય ખાતાના અધિકારીઓ, વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક ભાઇ-બહેનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.