Abtak Media Google News

વડાપ્રધાન કાર્યાલયમાં પીઆરઓ (પબ્લિક રિલેશન ઓફિસર) તરીકે જગદીશભાઈ ઠક્કર કાર્યભાર સંભાળતા હતા. જગદીશભાઇ ઠક્કર (PRO)નું આજે દિલ્હી ખાતે 72 વર્ષની ઉંમરે નિધન થયું.


નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પ્રથમ વખત જનસંપર્ક અધિકારીની જગ્યા ઉભી કરી શ્રી જગદીશભાઈ ઠક્કરની નિમણુક કરવામાં આવી હતી. ભારતમાં ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી પી.આર.ઓ હોય તેવુ પ્રથમ વખત બન્યુ હતું.

Pmo Pro Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રી કાળમાં મીડિયા અને સરકાર વચ્ચેના સંપર્ક સેતુ તરીકે સંપૂર્ણ વિશ્વસનિય જવાબદારી નિભાવનાર જગદીશચંદ્ર ઠક્કરને વડાપ્રધાનના જનસંપર્ક અધિકારી તરીકે નિયુકત કર્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ઠક્કર ર૦૦૪માં માહિતી વિભાગમાં અધિક નિયામક પદ સુધી પ્રમોશન મેળવીને નિવૃત થયા બાદ પણ મોદીએ એમની સેવા યથાવત રાખી હતી. ૨૮ વર્ષથી જગદીશ ઠક્કર ગુજરાતના મુખ્યમંત્રીઓના પી.આર.ઓ તરીકે રહી ચુક્યા હતા અને મોદીની કાર્ય પધ્ધતિથી જગદીશ ઠક્કર બખૂબી વાકેફ હતા.


ભાવનગરના મુળ વતની અને ૧૯૬૬-૬૭ પછી માહિતી ખાતામાં સામેલ થનાર જગદીશભાઇ મુળ પત્રકાર હોવાના નાતે તેઓ સતત ન્યુઝની પાછળ રહેતા અને તેની ઝીણામાં ઝીણી વિગતો મેળવતાં. ફરજને વફાદાર નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા હતા.

1111


મોદીના દરેક જાહેર કાર્યક્રમોની સ્પીચ તૈયાર કરવામાં તથા તેનો પ્રસાર કરવામાં જગદીશ ઠક્કર મહત્ત્વની ભૂમિકા ભજવતા. આમ તો વડાપ્રધાન કાર્યાલયમાં પીએમના એડવાઈઝર જગદીશભાઈ ઠક્કર સાથે મોદીને મીડિયા સાથે સંબંધો બાંધવામાં ફાવટ આવી ગઈ હોવાથી આ કામ જગદીશ ઠક્કર જેવા માહિતી ખાતાના પૂર્વ અધિકારી સંભાળી રહયા. જે આપણા ગુજરાતીઓ માટે ઘણા ગૌરવની વાત ગણાય છે..


હાલ જગદીશભાઈ ઠક્કરનું આજ રોજ દિલ્હી ખાતે 72 વર્ષની ઉંમરે નિધન થયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.