Abtak Media Google News

સાંસ્કૃતિક શિક્ષણ સમાજના નવા ચાર ટ્રસ્ટીઓની નિમણૂંક : લાભુભાઈ ખીમાણીયા તથા ટ્રસ્ટીઓ મયુરભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, રાજુભાઈ રાવલ અને જગદીશભાઈ ડોબરીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સાંસ્કૃતિક શિક્ષણ સમાજના નવા ટ્રસ્ટીઓ તરીકે મયુરભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, રાજુભાઈ રાવલ અને જગદીશભાઈ ડોબરીયાની વરણી થઈ છે. જે અંગે નવનિયુકત ટ્રસ્ટીઓ સાથે આહિર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સાંસ્કૃતિક શિક્ષણ સમાજ એ પી.ડી.માલવીયા કોમર્સ કોલેજ કેમ્પસનું સંચાલન કરતું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટમાં અગાઉ મનોજભાઈ શાહ, લલીતભાઈ શાહ, અનંતરાય પારેખ અને ભરતભાઈ મહેતા ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. વયના કારણે તેઓ આ ફરજ પરથી રિટાયર્ડ થયા છે. ત્યારે રાજકોટના જાણીતા અગ્રણીઓ મયુરભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, રાજુભાઈ રાવલ અને જગદીશભાઈ ડોબરીયાની સાંસ્કૃતિક શિક્ષણ સમાજના ટ્રસ્ટી તરીકે નિમણૂંક થઈ છે.

નવનિયુકત ટ્રસ્ટીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન પી.ડી.માલવીયા કોલેજને પહેલાની જેમ ધમધમતી કરી દેવાની હાકલ કરી હતી. તેઓએ જણાવ્યું કે, પી.ડી.માલવીયા કોલેજનું બિલ્ડીંગ તેમજ સ્વચ્છતા અને ડીસીપ્લીનમાં ઝડપી સુધારો લાવવામાં આવશે. પહેલા જે પી.ડી.માલવીયાની જે ખ્યાતી હતી તે પરત આવશે. પી.ડી.માલવીયા કોલેજ હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૬૦ એનસીસી કેડેટ ધરાવતી કોલેજ છે. ૩૬૦ આર્મીના જવાનો, ૩૫૦ પોલીસ કર્મીઓ ઉપરાંત ૧૦૦થી વધુ પીએસઆઈ, પીઆઈ અને ડિવાયએસપી જેવા અધિકારીઓ પી.ડી.માલવીયા કોલેજના વિદ્યાર્થી રહી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.