મુન્દ્રા તાલુકા કોંગ્રેસના સંગઠનમાં સુખદ સમાધાન

તમામ આગેવાનો પરસ્પર મતભેદ ભુલી જીલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણીઓમાં કાર્યરત થવા સંકલ્પ બઘ્ધ

મુન્દ્રા તાલુકા કોંગ્રેસના સંગઠનમાં થયેલ અસંતોષ બાબતે આજરોજ કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રભારી હીરાભાઇ જોટવા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાત વિપક્ષી નેતા વી.કે. હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રવિન્દ્ર ત્રવાડી, વિ.ની ઉ૫સ્થિતિમાં અંતે સુખદ સમાધાન થયું હતું. આ સમાધાનમાં હાજર આગેવાનો ચંદુભા અગરસંગ જાડેજા, હાજી સલીમભાઇ જત, ગજેન્દ્રસિંહ જાડેજા, ચંદુભા ઝાલા, કમલેશભાઇ ગઢવી, વાલા પુનશી ગઢવી, ભુપેન્દ્રસિંહ જાડેજા, હરિભાઇ મઉવર, શકુરભાઇ સુમરા, ભવાનભાઇ ઘેડા, નવીનભાઇ ફફલ, નાનજી મહેશ્ર્વરી વિ. સૌ આગેવાનોએ આગામી જીલ્લા તાલુકા નગરપાલિકાની ચુંટણીમાં હળી મળી પરસ્પર મતભેદોને ભુલાવી, ખેડુત, યુવા તથા પ્રજાવિરોધી ભાજપને સતા સ્થાનેથી ઉખેડી ફેંકવા સંકલ્પ લઇ કામે લાગી જવા સંકલ્પ બઘ્ધ થયાં હતા તેમ જીલ્લા કોંગ્રેસની એક યાદીમાં જણાવાયું છે.

Loading...