Abtak Media Google News

તાજેતરમાં વી.જે.મોદી સ્કુલ ખાતે ગુજરાત યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા વિવિધ રમત-ગમત અંતર્ગત અલગ અલગ સ્પર્ધાઓ યોજાઇ હતી.

જેમાં મોદી સ્કુલના તારલાઓએ આ સ્પર્ધા રાજયકક્ષાએ નંબર પ્રાપ્ત કરનાર ખો-ખો સ્પર્ધામાં ચોવટીયા કુલદીપ, કુરેશી અમન, અધારા દેવીન, જાદવ દુશ્યન્ત, હોકી સ્પર્ધામાં જયસ્વાલ વિનીત જાડેજા પૂર્વદીપસિંહ શિંગાળા દેવર્ષ, થરાણા ઓમ, જોષી દેવ, દેસાઇ કિર્તન સહીતના વિઘાર્થીએ રાજયકક્ષાએ ભાગ લીધેલ અને નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું.

શિક્ષણ અધિકારી કચેરીના એ.ઇ.આઇ. હિંડોચાસર તથા ટ્રસ્ટી ડો. આર.પી. મોદી હસ્તે દરેક વિઘાથીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદી વિઘાર્થીઓને આટલા સરસ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.