Abtak Media Google News

આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટીક મુકત દિવસ

વિશ્ર્વમાં એક મિનિટમાં એક ટ્રક જેટલો પ્લાસ્ટીકનો કચરો દરિયામાં ઠલવાય છે

રાજકોટમાં ૧૦૦ ટકા ડોર ટુ ડોર કચરાનું કલેકશન : રૈયાધાર, નાકરાવાડી ખાતે ગાર્બેજ ટ્રાન્સફરના આધુનિક પ્લાન્ટ કાર્યરત

જુલાઇ એટલે કે આંતર રાષ્ટ્રીય પ્લાસ્ટીક મૂકત દિન.  આજે આધુનિક ભૌતિકવાદના યુગમાં અવનવી શેાધના પરીણામે વિશ્વઆખું એક વિશ્વગ્રામ બની ચુકયું છે. ત્યારે આ ભૌતિકવાદના પરીણામે માનવજીવન સુવિધાજનક સો અનેક ભયાવહ પરીમાણો પણ ઉદભવ્યા છે. આજે ઇન્ટરનેટ અને ટેલીવિઝન જેવી આધુનિક અને ઝડપી માહિતીના પ્રચાર અને સંચાર માધ્યામો સો ઝડપી પરીવહન અને અનેક આધુનિક સગવડો સો પર્યાવરણની સમતુલાને જાળવતા વન સંપદા, હવા, પાણી જેવી કુદરતી સંપદાને નુકશનકર્તા પરિબળોમાં પણ અનેકગણો વધારો યો છે.

આવુંજ એક વિજ્ઞાનનું આધુનિક સંશાોધન એટલે પ્લાસ્ટિક. પ્લાસ્ટીકની શોધ દ્વારા વર્ષેા પહેલાના લાકડું, કાગળ, કાપડ અને ધાતુની જગ્યાએ પ્લાસ્ટીક વપરાશને કારણે માનવજીવનમાં સુવિધા સો અનેક મૂશ્કેલીઓનું પણ અવતરણ યું છે.

06 1

વિશ્વમાં પ્લાસ્ટીકના ઉપકરણો અને સાધનો બનાવવાનો ઉદ્યોગ અનેકગણો વિકસ્યો છે. ત્યારે પ્લાસટીકની અને તેમાંય ખાસ કરીને સીંગલયુઝ પ્લાસટિકની આડ અસરો વિશે જાણવું પણ માનવજીવન અને પર્યાવરણની સુરક્ષિતતાની દ્ષ્ટ્રીએ અનિવાર્ય છે.

સિંગલ યુઝ પલસ્ટીક એટલે કે માત્ર એક વાર ઉપયોગમાં આવતી પ્લાસ્ટિક બેગ (હેન્ડલ અને હેન્ડલ સિવાયના), પ્લાસ્ટિકની કટલરી, કપ, ચમચી,પ્લેટ તેમજ ર્માકોલની પ્લેટ, નકલી ફૂલ, બેનર, ઝંડાઓ, પીઈટી પ્લાસ્ટિકની પાણીની બોટલ, પ્લાસ્ટિકની સ્ટેશનરી વસ્તુઓ કે જેને વાપર્યા બાદ તેને વેસ્ટ(કચરો) ગણવામાં આવે છે. સામાન્ય રીતે લાકડું કે અન્ય વસ્તુઓને સળગાવવામાં આવે તો કાર્બન ડોયોકસાઇડ સો હાઇડ્રોજન કલોરાઇડ ઉત્પન્ન  ાય છે. જયારે પ્લાસ્ટિકને સળગાવવાી કાર્બન મોનોકસાઇડ, ડાયોકસિન અને ફુયરોન જેવા ઝેરી વાયું સો હાઇડ્રોજન સાઇનાઇડ ઉત્પન્ન ાય છે. આમ પ્લાસ્ટિકને સળગાવવાી અનેક ઝેરી તત્વો વાયુમાં ભળે છે અને શ્વાસોશ્વાસમાં જવાી આરોગ્યને નુકશાન કરે છે. અન્ય ઘન કચરો સડીને નાશ પામે છે જયારે  પ્લાસ્ટિકનું બાયોડિગ્રેડેબલ શકય ની. સુક્ષ્મજીવો દ્વારા વીઘટન પણ શકય ની. પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને મુળ સ્તિીમાં લાવી ન શકાય તેવું નુકશાન ાય છે. પ્લાસ્ટિકની ેલીઓ ખાવાી ગાય તા અન્ય પશુઓના મોત ાય છે. જયારે પ્લાસ્ટિકનો સડીને નાશ પણ કઠીન છે. પ્લાસ્ટિક ને કારણે આમ પ્લાસ્ટિક એ માનવજાત અને પર્યાવરણને નુકશાન કર્તા છે.

તે બાબતને ધ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીના માર્ગદર્શન હેઠળ  વર્ષ ૨૦૧૮માં ભારતની યજમાનીમાં આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિનને પ્લાસ્ટીક મૂકત વિશ્વ ીમ અંતર્ગત ઉજવવામાં આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે  દર વર્ષે આખા વિશ્વમાં અંદાજે ૫૦૦ અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ઓછામાં ઓછા ૮ મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં પહોંચે છે, જે પ્રતિ મિનિટ એક કચરાના ભરાયેલા ટ્રક બરાબર છે. છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા, છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાી વધુ હતી. આપણા દ્વારા વપરાતા પ્લાસ્ટિકમાંી ૫૦ ટકા પ્લાસ્ટિક માત્ર એકવાર વપરાય છે. દર મિનિટે અંદાજે ૧૦ લાખ પ્લાસ્ટિકની બોટલો ખરીદવામાં આવે છે. આપણા દ્વારા ઉત્પન કરાયેલા કુલ કચરામાં ૧૦ ટકાી વધુ યોગદાન પ્લાસ્ટિકનું હોય છે.

વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારતને સીંગલયુઝ  પ્લાસ્ટિક મુકત બનાવવા માટેનો લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે. સ્વચ્છ ભારત સ્વસ્ ભારત અન્વયે સમગ્ર ભારતમાં શરૂ કરાયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સીંગલયુઝ  પ્લાસ્ટિક પર પ્રતિબંધ સહિત ધન અને પ્રવાહિ કચરાને અલગ અલગ એકઠો કરી તેનો સુવ્યવસ્ીત નિકાલની વ્યવસને પ્રાધાન્ય અપાયું છે.

રાજય સરકાર દ્વારા પણ આ અભિયાન અન્વયે ગ્રામ કક્ષાી માંડીને શહેરી કક્ષા સુધી ઘરેઘરે ફરીને ધન અને પ્રવાહિ કચરાને અલગ અલગ એકઠો કરી તેના સુવ્યવસ્ીત નિકાલની વ્યવસ ઉભી કરાઇ છે. એટલુંજ નહીં પ્લાસ્ટિક સિવાયના કચરાને અલગ તારવી તેમાંી વર્મિ કંમ્પોસ્ટ ખાતર કરવાના પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે.

રાજકોટમાં ૧૦૦ ટકા ડોર ટુ ડોર કચરાના કલેકશન માટે ૧૮ વોર્ડમાં અંદાજે ૨૮૦ી વધુ ટીપર વાન દ્વારા કચરાનું કલેકશન કરવામાં આવે છે. આ ઉપરાંત રૈયાધાર પાસે અને નાકરા વાડી ખાતે ગાર્બેજ  ટ્રાન્સફરના આધુનીક પ્લાન્ટ કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરેલ છે. જે અનુસંધાને દેશના તમામ નગરો અને શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૧૯ હરીફાઇ યોજવામાં આવેલ. આ હરીફાઇમાં કુલ ૫૦૦૦ માર્કસ સો જુદાજુદા વિષયો જેવા કે  ગાર્બેજનો નિકાલ, જાહેર શૌચક્રિયા મુકત શહેર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, સીટી ફીડબેક  વિગેરે જુદા જુદા વિષય પરના જુદા જુદા માર્કસમાં ૫૦૦૦ માંી ૪૦૦૦ માર્કસ મેળવી રાજકોટ શહેરે સમગ્ર દેશમાં બીજુ સન પ્રાપ્ત કર્યુ હતું. જે સૌ રાજકોટવાસીઓ માટે ગૌરવની બાબત છે.

આમ આજે સમગ્ર રાષ્ટ્ર સ્વચ્છ ભારત મિશન કી આવનારી પેઢીને સ્વાસ્યપ્રદ પર્યાવરણ આપવા પ્રતિબધ્ધ છે ત્યારે સૌ નાગરિકોએ સીંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો અને તે નાગરીક ધર્મ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.