Abtak Media Google News

પ્લાસ્ટીક ફી રાજય બનાવવા અમે અમારા ઘર આંગણેથી જ શ‚આત કરીશું: પર્યાવરણ મંત્રી

પ્રદુષણથી થતી પરેશાનીઓ પર રોક લગાવવા મહારાષ્ટ્ર સરકારે રાજયને પ્લાસ્ટીક મુકત બનાવવાની યોજના ઘડી છે. તેમનો લક્ષ્યાંક આગામી માર્ચ સુધીમાં મહારાષ્ટ્રને પ્લાસ્ટીક રહીત કરવાનો છે. જો કે ભારતમાં એવા ૬ રાજયો છે. જયા પ્લાસ્ટીકનો વપરાશ થતો નથી માટે તેઓ તેમની ટીમને પ્લાસ્ટીક મુકત રાજયોમાં તેમના મોડલ વિશે અભ્યાસ કરવા માટે મોકલશે.

પર્યાવરણ મંત્રી રામદાસ કદમે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજયને સુધારવાની ઝુંબેશ માટે પહેલા પોતાના ઘરના આંગણેથી શ‚આત કરશે. સૌપ્રથમ તેઓ મંત્રાલયમાં અને અન્ય સરકારી કચેરીઓમાં પ્લાસ્ટીકની પાણીની બોટલો પર પ્રતિબંધ લગાવશે ત્યારબાદ અન્ય ખાનગી કાર્યલયો માટે નિયમો લાગુ કરશે હાલ મંત્રાલયોમાં સ્થિત અધિકારી તંત્રો અને મંત્રાલયોની કાર્યાલયોમાં અતિથિઓને પ્લાસ્ટીકની બોટલમાં પાણી આપવામાં આવે છે. દરેક સભામાં પેકેજડ બોટલો ટેબર પર રાખવામાં આવે છે અને હજારો મુલાકાતીઓ પ્લાસ્ટીકની બોટલો લઇને આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે વેપારીઓ અને ગ્રાહકોને આ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા પહેલા પુરતો સમય આપવામાં આવશે. સરકાર પ્લાસ્ટીક ઉત્પાદનકારો અને ઉઘોગપતિઓ સાથે આવતા અઠવાડીયામાં મુલાકાત લેશે. તેમને પર્યાવરણ મિત્ર વિકલ્પો તરફ દોરવામાં આવશે તેઓ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી શકે છે. જે નુકશાનકારક નથી કદમે ઉમેર્યુ હતું કે તેઓ અન્ય મોટા રિટેલરોની પણ સલાહ સુચન માટે મુલાકાત લેશે.

આ માટે સરકાર જનજાગૃતિ માટે ભંડોળ પર એકઠું કર્યુ છે. વર્ષ ૨૦૦૫માં પ્લાસ્ટીક રહીત મહારાષ્ટ્ર કરવા યોજના બનાવાઇ હતી પરંતુ તેનું યોગ્ય રીતે અમલીકરણ શકય બન્યું ન હતું. પ્લાસ્ટીક ઉઘોગો ૯૦ ટકા બોટલોને રિસાઇકલ કરે છે જે પર્યાવરણ માટે નુકશાનકારક છે જો કે પ્લાસ્ટીક રહીત મહારાષ્ટ્ર કરવાની સીધી અરસ સામાન્ય ગ્રાહકોના ખીસ્સા પર પડશે કારણ કે ઘાતુ અને કાચની પાણીની બોટલોની કિંમત અધી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.