Abtak Media Google News

હાલ વધતા જતા ગ્લોબલ વોર્મીંગના પ્રમાણને ઘટાડી પર્યાવરણની જાળવણી કરવી જરૂરી બન્યું છે. ત્યારે ૪ ઓગસ્ટના દિવસે ગુજરાતભરના પોલીસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાયું છે. જે અંતર્ગત રંગીલા રાજકોટને હરીયાળુ બનાવવા પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી તેમજ એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો લોકોને સંદેશો પાઠવ્યો હતો. આ તકે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટમાં ૧૩૦૦ છોડનું વાવેતર કરાયું છે અને વૃક્ષોનું જતન કરી પર્યાવરણ સુરક્ષા એ તમામ નાગરિકોની ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.