Abtak Media Google News

બંદરો અને ડોક ઉપર કામ કરતા ૨૮ હજારથી વધુ કર્મચારીઓને સરકારની સ્કિમનો મળશે લાભ

બુધવારનાં રોજ કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા કામ પ્રમાણે વળતર આપવાની યોજનાને લંબાવવામાં આવી છે જે મુખ્યત્વે ધમધમતા બંદરો અને ડોક ખાતે કામ કરતા કર્મચારીઓને લાભ કરતી બની રહેશે. હાલ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ૨૮,૮૨૧ કર્મચારીઓને આ સ્કિમનો લાભ મળતો રહેશે અને સ્કિમ હેઠળ અંદાજે ૪૬ કરોડ ‚પિયાની જોગવાઈ શીપીંગ મિનીસ્ટ્રી દ્વારા કરવામાં આવેલી હોવાનું સામે આવ્યું છે. હાલ કેબિનેટ દ્વારા પ્રોડકટીવીટી લીંકડ રિવોર્ડ સ્કિમને વધુ સમય માટે લંબાવાઈ છે. પીએલઆર સ્કિમ હેઠળ જે કર્મચારીઓને મહેનતાણું ચુકવવામાં આવે છે તેના ઉપર બોનસની પણ ગણતરી કરવામાં આવશે અને અંદાજે પ્રતિ કર્મચારીઓને પ્રતિ માસ ૭૦૦૦ ‚પિયા દેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

7537D2F3 17

કેન્દ્ર સરકાર દ્વારા જે સ્કિમને લંબાવવામાં આવી છે તેનાથી ઈન્ડસ્ટ્રીયલ રીલેશનશીપ અને પોર્ટ ક્ષેત્રમાં કામ કરવાના વાતાવરણને સુદ્રઢ બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને આ સ્કિમ હેઠળ ઉત્પાદનમાં પણ ઘણો ખરો વધારો જોવા મળશે. પીએલઆર યોજના હેઠળ તમામ કર્મચારીઓને તેની કામગીરી ઉપર તેમનું મુલ્યાંકન કરવામાં આવશે અને તેમના પ્રદર્શન અને તેમનાથી થયેલ ઉત્પાદકતા પ્રતિ વર્ષ એક રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. હાલ ભારત દેશમાં મુખ્યત્વે ૧૨ સૌથી મોટા પોર્ટ રહેલા છે.

સરકાર દ્વારા કામ પ્રમાણે જે વળતર યોજનાને લંબાવવામાં આવી છે તે હેતુસર ઈન્ડસ્ટ્રીઝ અને કર્મચારીઓ વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનશે તેવું પણ માનવામાં આવે છે. સાથો સાથ કર્મચારીઓ પણ તેઓને વધુ વળતર મળતું રહે તે હેતુસર તેઓ કામ કરવામાં પણ ઉર્જા જોવા મળશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાને લંબાવવામાં આવી છે તેનાથી આશરે ૨૮,૦૦૦થી વધુ કર્મચારીઓને આર્થિક લાભ મળવાપાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.