Abtak Media Google News

સુત્રાપાડાના રંગપુરથી ગીર-સોમનાથ જીલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં રંગપુર ગામથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઈ જોટવાનાં હસ્તે કરવામાં આવ્યો હતો. રંગપુર ખાતે ચેકડેમ ડીસીલ્ટીંગ કામગીરીમાં રૂ.૧,૯૩,૮૫૦નો ખર્ચ થશે અને ૯૯૯ માનવદીન રોજગારીનું સર્જન થશે. ગીર સોમનાથ જિલ્લામાં ૨૪૯ જળ સંચયના કામો પૈકી તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડીસીલ્ટીંગ કરવાનું આયોજન કરેલ છે. બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, જિલ્લામાં જળ અભિયાન દરમ્યાન સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓ લોકભાગીદારીથી ૬૯ કામોનું આયોજન કરવામાં આવેલ છે.

રાજય સરકાર દ્વારા જિલ્લામાં ૨૪૯ જળ સંચયના કામો પૈકી તળાવો ઉંડા કરવા, ચેકડેમ અને જળાશય માટે રૂ.૪૬૪.૧૩ લાખ ફાળવવામાં આવેલ છે. તળાવો, ચેકડેમ જળાશયનો ૯,૨૫,૭૫૪ ઘનમીટર કાંપ દુર થશે. ૩૨.૬૯ મીલીયન ઘનકુટ પાણીની સંગ્રહશકિતમાં વધારો થશે. જેના લીધે ભુગર્ભ જળ સ્તર ઉચું આવશે તેમ જોટવાએ વધુમાં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.