Abtak Media Google News

જગદીપ વીરાણીની કલાકૃતિ જીવંત રાખવાના પ્રયાસ સાથે આઠ શહેરોમાં કાર્યક્રમ યોજાશે

શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે જગદીશ વીરાણી ફાઉન્ડેશન દ્વારા નાની ઉંમરમાં અનેક કલાઓ પીરસનાર જગદીપ વીરાણીની કલાકૃતિઓ જીવંત રાખવા માટે રંગ મેઘધનુષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જગદીપ વીરાણીના ગીતો અને તેમની સિધ્ધીઓ પ્રસિધ્ધ કરવા અને તેમની અલગ અલગ કલાઓ જેમકે ફોટોગ્રાફી, ડાન્સ અને ચિત્રકાર જેવી કલાઓ વિશે લોકોમાંજાગૃતિ લાવવા માટેફાઉન્ડેશન દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જેના માટે સૌરાષ્ટ્રના અલગ અલગ આઠ શહેરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અબતક સાથેની વાતચીત દરમ્યાન જગદીપ વીરાણી ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી હિતેન ભટ્ટએ જણાવ્યું હતુ કે આજનો કાર્યક્રમ જગદીપભાઈની કલાઓને પ્રકાશિત કરવા યોજવામાં આવ્યો છે. જગદીપભાઈ વીરાણી કે જેમના ગીતો સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈમાં પણ ગવાતા હતા જેમણે નસીબદાર ફિલ્મમાં પણ સંગીત આપેલું હતુ પરંતુ તેમની હેલ્થના કારણે જગદીપભાઈએ ભાવનગર સ્થાયી થઈ સપ્તકલ સંસ્થાની સ્થાપના કરી અને જે સાતથી વધુ કલાઓ શીખવનાર માણસને યાદ કરવા માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2019 02 11 09H27M02S128

જગદીશભાઈ વીરાણી ફકત ગીતો બાબતે નહિ પરંતુ ચિત્રકલામાં પણ એટલા જ માહિર હતા જેમની કલાઓને જયંતી જાગૃતિ માસે તેના માટે કાર્યક્રમો કરવા છે. ગુજરાત સરકારની મદદ દ્વારા સૌરાષ્ટ્રના આઠ શહેરોમાં આવા કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું છે.

જગદીપભાઈ વીરાણીના આટલા સરસ ગીતો વિશે લોકો જાણે તથા પ્રસિધ્ધ કલાકારો દ્વારા પણ જગદીપભાઈના ગીતોને વખાણવામાં આવ્યા છે. જગદીપભાઈ ફકત ગીતકાર કે સંગીતકાર નહિ પરંતુ સાથે કથક, શિલ્પ અને ચિત્રકલા પણ લોકોને શીખવતા હતા સાથે ફોટોગ્રાફ અને અભિનય પણ શીખવતો એવો કલાકાર ફકત ૩૯ની નાની ઉંમરે દુનિયા છોડી ગયા એવા ભૂલાયેલા કલાકારને આપણે ફરીથી યાદ કરી સ્મરીયે અને જેની સ્મૃતિ જીવંત રાખવાનું બીડુ ઝડપવામાં આવ્યું છે. ફાઉન્ડેશનની શરૂઆત બાદ જગદીપ સપ્તાદીના ભાગરૂપે આ આઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.