Abtak Media Google News

દ્વારકા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, સરકારી હોસ્પિટલ અને જામખંભાળીયા બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે દંતયજ્ઞ યોજાશે

ખંભાળીયાની એલ.પી.બદીયાણી હોસ્પિટલ તથા દ્વારકાના હંસાબેન રામજી ભાયાણી સરકારી હોસ્પિટલ તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે આગામી તા.૨૦મીએ રવિવારના રોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિવારે સવારે ૮:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી ચાલનારા નેત્ર નિદાન તેમજ દંત યજ્ઞમાં ખંભાળીયાના એલ.પી.બદીયાણી હોસ્પિટલના આંખના નિષ્ણાંત તેમજ દાંતના નિષ્ણાંત ડોકટર્સ તથા તેમની ટીમ દ્વારા દર્દીઓના દર્દોનું નિરાકરણ કરવામાં આવશે. આંખના દર્દીઓને મોતિયો, ઝામર, પરવાળા વગેરે દર્દોનું નિદાન વિનામૂલ્યે કરી ઓપરેશનની જ‚રીયાતવાળા દર્દીઓને ખંભાળીયા બદીયાણી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે.

દાંતના તમામ રોગોની સારવાર પણ નિષ્ણાંત ડોકટર દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારે સવારે ૮:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે જ રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનવરકત અમુલ્ય ચીજ ગણાતી હોય વધુને વધુ લોકો રકતદાન કેમ્પમાં જોડાય તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

કેમ્પ માટે વધુ માહિતી માટે ઈશ્વરભાઈ ઝાખરીયા-દ્વારકા મો.૯૮૨૪૨ ૪૪૮૩૦ તથા અશ્ર્વિનભાઈ ગોકાણી મો.૯૮૭૯૧ ૭૭૧૪૦, ઓખામાં રમેશભાઈ સામાણી મો.૯૪૨૬૨ ૪૩૭૫૦, મીઠાપુરમાં દિલીપભાઈ કોટેચા મો.૯૮૨૪૨ ૩૮૧૬૩, આરંભડામાં મયુરભાઈ સામાણી મો.૯૮૨૪૮ ૧૯૧૭૫, ભાટીયામાં નિલેષભાઈ કાનાણી મો.૯૪૦૯૧ ૭૮૨૮૩, સુરજકરાડીમાં મુકેશભાઈ કાનાણી મો.૯૯૨૪૯ ૬૧૪૯૦નો સંપર્ક સાધી મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.