Abtak Media Google News

રાજસ્થાનના શ્રી ગંગાનગર જીલ્લાના એરપોર્ટ પર બનેલી ઘટના યાત્રિકો અને પાયલોટ સુરક્ષિત

રાજસ્થાનના શ્રીગંગાનગર જીલ્લાના લેન્ડીંગ સમયે રન-વે પર ઉતરવાને બદલે વિમાન રન-વ પરથી ઉતરી એરપોર્ટની દીવાલમાં અથડાયું જયપુરના સેસ્ના એકક્રાફટનું આ વિમાન સાત સીટવાળુ હતું જો કે વિમાન અથડાયા બાદ પણ બધા યાત્રિઓ અને પાયલટ સુરક્ષિત છે.

આ અંગે તપાસ કરતા લાલગઢ પોલીસ સ્ટેશનના એસએસઓ લાલગત સિંહે કહ્યું, આ દુર્ધટના જયપુરના સાગાનેર હવાઇ અડ્ડાથી લાલગઢ તરફ આવતા વિમાના લેન્ડીંગ દરમિયાન થઇ હતી. તેમણે કહ્યું કે બધા સાત યાત્રિકો પાયલટ અને સહ પાયલટ સુરક્ષિત છે. લેન્ડીંગ સમયે વિમાને ઓવરકોટ થતાં તે એરપોર્ટની દિવાલ સાથે અથડાયુ આ ઘટના લગભગ ૫.૫૫ બની હતી.

ફલાઇટનું સંચાલન કરતા સુપ્રીમ એયર લાઇન્સ ના પ્રતિનિધિએ કહ્યું કે, પાયલટ હવામાં પક્ષીઓની ઉડાન અને ઘુમ્મસના કારણે જમીન દેખી શકયા નહી અને વિમાન રન-વે પરથી ઉતરી ગયું.

ઉલ્લેખનીય છે કે જયપુર અને શ્રીગંગાનગર વચ્ચેની આ હવાઇ સેવા ગથ મહીને રાજય સરકારની આંતરરાષ્ટ્રીય હવાઇ કનેકટીવીટી યોજના અંતર્ગત શરુ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.