મહુવા નજીક પ્લાન સ્ટેશન વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત: મામલતદારને આવેદન

નગરપાલિકામાં સમાવવા અથવા અલગ ગ્રા. પંચાયત ફાળવવા લત્તાવાસીઓની માંગ

મહુવા નજીક આવેલી પ્લાન સ્ટેશન વિસ્તારની હાલત કફોડી બની છે. અહીં અંદાજે ૬૦૦ થી ૭૦૦ લોકો રહે છે. લોકોની મુખ્ય સમસ્યાઓ પાણી, સ્ટ્ીટ લાઇટ અને રોડ છે. આ ત્રણ સમસ્યાથી પરેશાન સ્થાનિક લોકો દ્વારા મામલતદાર કચેરીએ જઇ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ લોકો અહીં ૪૦ વર્ષથી રહે છે પણ પાલિકા અને તાલુકા એમ કહે છે

તમે મહુવાની નગરપાલિકાની હદમાં આવતા નથી અગાઉ ભાવનગર જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમે મહુવાની હદમાં આપતા નથી અનેક વાર અરજી કરવા છતાં પણ શુન્ય પરિણામ મળ્યું છે.

પ્લાન સ્ટેશન વિસ્તારમાં કોઇપણ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપવામાં નથી આવતી દાખલા તરીકે પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓ આ બાબતે સ્થાનીક એ સરકારને રજુઆત કરેલ છતાં કોઇ પણ સુવિધા આપવામાં આવતી નથી. પીવાનું પાણી પણ ૧.૫ કિલોમીટર દુર ભરવા જવું પડે છે. રસ્તાઓની હાલત પણ ખરાબ છે.

આ વિસ્તાર મહુવા નગરપાલિકાની હદની બહાર આવેલ એવું ચીફ ઓફીસર દ્વારા જણાવેલ છે લોકોને તાલુકા પંચાયત અથવા ગ્રામ પંચાયતની ચુંટણીમાં

મપ આપવાનો અધિકાર આપવામાં આવે અને આ વિસ્તારને અલગ ગ્રામપંચાયત ફાળવવાના આવે એવી માંગ પ્લાન સ્ટેશન વિસ્તારના રહીશ દ્વારા પ્રાંત અધિકારીને કરવામાં આવી છે.

Loading...