Abtak Media Google News

બેખોફ બનેલાં લુટારાઓએ વાપીના ચણોદમાં ધોળા દિવસે IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં ધસી આવેલાં લૂટારાઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી હતી.

લૂંટની ઘટનાથી પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સીસીટીવી કેમેરામાં લૂટારા કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

વાપીના ચણોદમાં IIFL ગોલ્ડ લોનની ફાયનાન્સ ઓફિસને લૂટારાઓએ નિશાન બનાવી હતી. હથિયાર સાથે ધસી આવેલાં બે લુટારાઓએ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. લુટારાઓ દ્વારા ચલાવવામાં આવેલી આ લૂંટ અંદાજે 10 કરોડથી પણ વધારે હોવાની આશંકા છે.

Breking Small

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.