Abtak Media Google News

ચાર વર્ષથી ભાડાના મકાનમા સ્થિત વૃઘ્ધાશ્રમના વડીલોને દાતાના સહયોગથી મળ્યું ‘ઘરનું ઘર’

વૃઘ્ધાને ઘરનું ઘર મળી રહે તે માટે સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પીપળીયા ભુવનનો લોકાર્પણ સમારોહ યોજાઇ રહ્યો છે. શુક્રવારે યોજાનાર આ સમારોહમાં મુખ્ય મહેમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છે અઅને તેમના હસ્તે નવા ભવનનું લોકાપણ કરવામાં આવશે.

મહત્વનું છે કે વૃઘ્ધોના અશ્રાય માટેની આ ભૂમિનું મોહનભાઇ અંબાભાઇ પીપળીયા ઓતમબેન પીપળીયા તથા સવજીભાઇ ભગવાનનજીભાઇ પરસાણા અને મંજુલાબેન પરસાણા દ્વારા દાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી સદભાવના વૃઘ્ધાશ્રમ (પીપળીયા ભવન) ભાડાના મકાનમાં સ્થિત હતું પરંતુ હવે પીપળીયા પરિવારના ભૂમિદાન ના સહયોગથી વૃઘ્ધોને ખરા અર્થમાં ઘરનું ઘર મળી રહ્યું છે. આ વૃઘ્ધાશ્રમમાં વકીલોને સુખ, સુવિધા પુરતી મળી રહે તે માટે એક સુવિધા યુકત બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવેલ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા સદભાવના વૃઘ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા, ઉપપ્રમુખ રાજેશભાઇ રુપાપરા, ટ્રસ્ટી પ્રતાપભાઇ પટેલ, ધીરેન્દ્ર કાનાબાર, સુધીર શાહ, તેમજ સ્નેહ ફાઉન્ડેશન જહેમત ઉઠાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.