Abtak Media Google News

શિયાળો ચાલુ થાય ગયો છે ત્યારે એની સાથે સાથે લગ્ન પ્રસંગ માટે એક પર્ફેક્ટ સીઝન છે. ફૂલગુલાબી ઠંડીમાં લગ્ન કરનાર અને માણનાર બન્ને માટે એ કમ્ફર્ટેબલ બની રહે છે. હાલના સમયમાં લોકો પિન્કને લાલ કરતાં વધુ પ્રમાણમાં અપનાવતા થયા છે.

ઓલ્ડ રોઝ, ફુશિયા અને બેબી પિન્ક આ બધા જ શેડ બ્રાઇડલ મેક-અપમાં ખાસ જોવા મળી રહ્યા છે. કાજલ આજ-કાલ ખૂબ ટ્રેન્ડમાં છે અને શિયાળો કાજલ લગાવવા માટેનો બેસ્ટ સમય છે, કારણકે આ સીઝનમાં કાજલ પ્રસરી જવાના ચાન્સિસ નહીં જેવા હોય છે. આ સો લાઇટ કલરનો મસ્કરા આંખોને વધારે સુંદર લુક આપે છે.

મેક-અપને ફક્ત ચહેરા પર ફેલાવી ન દો, પણ ખૂબ જ ધ્યાનપૂર્વક લગાવો. આઇ-બ્રોને ડિફાઇન કરવા માટે ખૂબ ડાર્ક પેન્સિલ ન વાપરવી. આઇ-શેડોની વાત કરીએ ત્યાં ગોલ્ડ સાથે બ્રાઉન કે બરગન્ડી જેવા ડાર્ક શેડ મિક્સ કરી શકાય, પણ અહીં શેડોનું બ્લેન્ડિંગ ખૂબ કુશળતાપૂર્વક થયું હોવું જોઈએ.

પિન્ક શેડને લગાવવા માટે ડે મેક-અપ કોપર માટે કોપર કે ગોલ્ડ અને પિન્કને સાથે બ્લેન્ડ કરો. ઈવનિંગ મેક-અપ માટે સિલ્વર સાથે પિન્ક લઈ શકાય. બાકીનો મેક-અપ પિન્ક રાખતાં આંખો પર વેરિયેશન જોઈતું હોય તો ગ્રીન કે ડીપ બ્લુ જેવા શેડ પણ સારા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.