Abtak Media Google News

નિરંકુશ યેલું ડ્રોન ટોળા ઉપર પડતા મહિલાને ઈજા પહોંચી’તી

અમેરિકામાં એરીયલ ફોટોગ્રાફી બીઝનેશના માલીક પૌલ એમ.સ્કીનરને થી ઉપરના ડ્રોનના હુમલામાં ૩૦ દિવસની જેલની સજા ઈ છે. સિટી એટોર્નીસ ઓફિસના જણાવ્યા અનુસાર, ડ્રોનના માલિકને જેલની સજા ઉપરાંત ૫૦૦ યુએસડી ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

જાહેર જગ્યા ઉપર ફોન દ્વારા આવા બનાવ પર સૌપ્રમવાર સજા ફટકારાઈ હતી. તેમ શહેર એટોર્નીસ ઓફિસના સુત્રોએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૫માં પ્રાઈડ પરેડ દરમિયાન ડ્રોન પર માલિક અંકુશ ગુમાવતા ૪૫ સેમીના અંતરી એક બિલ્ડીંગ સો અડાયા બાદ લોકોના ટોળામાં નીચે પડયું હતું.

આ બનાવ વર્ષ ૨૦૧૫માં પ્રાઈડ પરેડ દરમિયાન બન્યો હતો. જેમાં બે લોકો ઘાયલ યા હતા. ન્યાયાધિશ વીલી જિગ્રોરીએ કહ્યું કે, આ એક અકસ્માત કહી શકાય પરંતુ ડ્રોનના પાયલોટ સલામતીનું પણ ધ્યાન રાખવું જોઈએ. જાહેર જગ્યાઓ પર આવી બેદરકારી દાખવવી ન જોઈએ.

ઈમ્પીરીઅલ કોલેજ લંડનના રવિ વિદ્યાનાને જણાવ્યું કે આવી બેદરકારી અને ઓચિંતા અકસ્માતી જેલમાં જવું પડશે તેવું વિચાર્યું ન હતું. રેગ્યુલેટરી બોડીઓએ ડ્રોનનો સલામતીભર્યો ઉપયોગ અંગે સજાગ કરવા જોઈએ. ફેડરલ એવીએશન એડમીનીસ્ટ્રેશનના અહેવાલ અનુસાર આ નાણાકીય વર્ષ દરમિયાન વિમાન અને ડ્રોન વચ્ચે લગભગ ૧૨૦૦ જેટલા કેસો નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.