Abtak Media Google News

લંડનથી મુંબઇ જતી જેટ ફલાઇટમાં બે સિનિયર પાયલોટ વચ્ચે ઝઘડો: સદનસીબે મુસાફરો બચ્યા

આજના સમયે નાની એવી વાતને લોકો ઉગ્ર સ્વરુપ આપી દે છે. નાના નાના ઝઘડાઓ કયાંય સુધી પહોંચી જાય છે. ત્યારે લંડનથી મુંબઇ જતી જેટ ફલાઇટમાં બે સીનીયર પાઇલોટ ચાલુ વિમાને ઝઘડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પાયલોટે મહીલા કો પાયલોટને તમાચો મારતા કોકપીટ થોડીવાર માટે રેઢીપડ થઇ ગઇ હતી. આ બંને વરીષ્ઠ કમાન્ડરો વચ્ચેના ઝઘડાથી કોકપીટ રેઢી પડ થતા વિમાનમાં સવાર ૩૨૪ મુસાફરોના જીવ અઘ્ધર થઇ ગયા હતા.

ભારે સમજાવટ બાદ મહીલા કો. પોયલોટ કોકપીટમાં પાછી ગઇ હતી. આ સમયે તમામ મુસાફરો ગભરાઇ ગયા હતા અને મહીલા કો-પાયલોટને વિમાનનું નિયંત્રણ કરવાની સમજાવટ બાદ તેણી કોકપીટમાં પાછી ગઇ હતી. જો કે સદનસીબે ફલાઇટનું લેન્ડીંગ સુરક્ષીત થયું હતું. અને કોઇ જાનહાની નીવડી ન હતી.

વિમાનમાં બનેલ ઘટનાની જાણ થતાં ધી ડાયરેકટરો જનરલ ઓફ સીવીલ એવિએશને (ડીજીસીએ) પુરુષ કો-પાયલોટનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું હતુ અને આખી ઘટનાની તપાસ કરવા આદેશો કર્યા છે.

લંડન- મુંબઇ જેની ફલાઇટે ઉડ્ડયન કર્યાના થોડા સમય બાદ કોકપીટમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પુ‚ષ કો- પોયલોટે મહીલા કો પાયલોટને તમાચો મારતા તે રડતી રહી કોકપીટ છોડી બહાર આવતી રહી હતી. તેણી બહાર આવી જતાં કોકપીટમાં પુ‚ષ કો પાયલોટ પણ ગભરાઇ ગયો હતો. અને ઇન્ટરકોમથી અન્ય કો પાયલોટને કોકપીટમાં મોકલવા જણાવ્યું હતું. જેથી મહીલા પાયલોટને સમજાવી કોકપીટમાં પાછી મોકલી હતી. એટલું જ નહી કોકપીટમાં તે બંને ફરીથી ઝઘડયા હતા અને બીજી વાર મહીલા કો પાયલોટ કોકપીટ છોડી બહાર આવતી રહી હતી અને સુરક્ષાને ઘ્યાને રાજી તેણીને ફરી કોકપીટમાં મોકલાઇ હતી.

આ બાબતે જેટ એરવેઝના પ્રવકતાએ જણાવ્યું કે, બંને સીનીયર પાયલોટ વચ્ચે કોઇ બાબતે ગેરસમજણ થતાં આ ઝઘડો થયો હતો. જો કે ડીજીસીએ આ ઝઘડાની તપાસ અને કારણ શોધવા આદેશો આપ્યા છે અને જયાં સુધી યોગ્ય કારણ બહાર ન આવે ત્યાં સુધી પુરૂષ પાયલોટને સસ્પેન્ડ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.