સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ‘દલા તલવાડી’ને લઇ હાઇકોર્ટમાં પીઆઇએલ

98

ચૂંટણી પરિણામ રદ કરવા અને ગત ૧૦ વર્ષના ઓડિટ રિપોર્ટની તપાસ કરવા પીઆઇએલમાં માંગ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઈને નોટીસ પાઠવવામાં આવી છે અને જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વિરુઘ્ધ પૂર્વ રણજી ખેલાડી દ્વારા આક્ષેપો મુકવામાં આવ્યા છે અને જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ઉપર ભૂતપૂર્વ બીસીસીઆઈનાં સેક્રેટરી નિરંજન શાહનું આધિપત્ય હોય તેવું જણાવ્યું હતું. ભારત તરફથી રમેલા અંડર-૧૯ વિશ્ર્વકપનાં ભૂતપૂર્વ ખેલાડી નિખીલ રાઠોડે અરજી કરી જણાવ્યું હતું કે, જસ્ટીસ લોઢા કમિટી અને એડમીનીસ્ટ્રેટરની કમિટી દ્વારા જે યોગ્યતા પુરવાર કરવાની હોય અને તે અંગે જે કામગીરી હાથ ધરવી પડતી હોય તે કરવામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન અત્યંત ઉણુ ઉતયુૃં છે તેને પીઆઈએલમાં જણાવ્યું હતું કે, નિરંજન શાહ અને તેમનો દિકરો જયદેવ શાહ જે હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનો પ્રેસીડેન્ટ છે તે પરીવાર છેલ્લા ૧૯૮૪થી જાણે એક ચક્રિય શાસન ચલાવતા હોય અને ક્રિકેટ એસોસીએશન જાણે તેમનો કૌટુંબિક વારસો અને વ્યવસાય હોય તે રીતે કામગીરી કરી રહ્યા છે.

આ તકે પીટીશન દાખલ કરનાર નિખીલ રાઠોડે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા જે ઈલેકશન રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને કેન્સલ કરવું જોઈએ અને તે બીસીસીઆઈની ઈલેકશન પ્રોસેસમાં ભાગ લેવા માટે યોગ્ય ઠેરવવું ન જોઈએ તથા ઓડિટર દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં છેલ્લા ૧૦ વર્ષનાં ઓડિટ રીપોર્ટ પણ ચેક કરવાનું સુચવ્યું હતું. અરજી કરનાર નિખીલ રાઠોડે જણાવ્યું હતું કે, જે કોઈ વ્યકિતને ક્રિકેટ રમત સાથે લાગતુ વળગતું નથી તે પ્રકારનાં લોકોને જે રીતે મેમ્બરશીપ આપવામાં આવી છે તે ખોટી છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા જે ક્રિકેટરો કે જે એસોસીએશન તરફથી રમ્યા હોય, ટીમના કોચ, અમ્પાયર કે જે ખરાઅર્થમાં ક્રિકેટ રમત સાથે જોડાયેલા છે તેઓને સ્થાન આપવામાં આવ્યું નથી.

વધુમાં અરજીમાં જણાવાયું છે કે, ૨૦૧૫ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની મેમ્બર ૩૫૦ રહી છે ત્યારબાદ એક ચક્રિય શાસન અને કૌટુંબિક લોકોને જ એસોસીએશનનાં મેમ્બરો બનાવવામાં આવ્યા છે. વધુમાં જણાવાયું છે કે, ૨૦૧૯ સુધીમાં કોઈ એક પણ ક્રિકેટર, અમ્પાયર કે કોચને વોટીંગ રાઈટ અથવા તો મેમ્બરશીપ આપવામાં આવી નથી જે અત્યંત ગેરવ્યાજબી છે. પીઆઈએલમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને ૨૦૧૨ થી ૨૦૧૮ સુધીમાં ૨૦૯.૪૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળેલ છે જેનો પૂર્ણત: ઉપયોગ સ્ટેડિયમ અથવા તો ક્રિકેટ એસોસીએશનનાં ભવિષ્ય માટે વાપરવામાં આવ્યા નથી. અરજીમાં જણાવાયું છે કે, મળેલ ગ્રાન્ટ મુખ્યત્વે ઓફિસ બેરીયર્સનાં ખર્ચ માટે જ ઉપયોગમાં લેવાયેલી છે અને રાજકોટ સીટીની હદમાં જે ક્રિકેટ એકટીવીટી ચાલી રહી છે તેમાં જ તેનો ઉપયોગ કરાયો છે. આ પ્રકારની અરજી ૨૦૧૭માં પૂર્વ રણજી પ્લેયર રાજેશ જાડેજા દ્વારા કરવામાં આવી હતી ત્યારે ફેબ્રુઆરી માસમાં હાઈકોર્ટ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરશે તેવું લાગી રહ્યું છે.

Loading...