Abtak Media Google News

સિતારો સે આગે જહાં ઔર ભી હૈ!!!

‘માર્સ રોવર’ દ્વારા જૈવીક ગતિવિધીઓ ઘ્યાન રાખતા અનેક સુક્ષ્મો પુરાવાઓની ભાળ મળી

પૃથ્વી ઉપરની માનવ સભ્યતા વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ અત્યારે તેની ઉપલબ્ધીઓની ચરમસીમાએ પહોંચી ચૂકયો છે. માનવીએ ટેકનોલોજીના વિકાસ થકી દુનિયા પર સધળા સુખોનું નિર્માણ કરીને ચંદ્ર પર પણ લટાર મારી લીધી છે. હવે માનવીના મગજે બીજા ગ્રહો ઉ૫ર જીવનની શકયતાઓ ચકાસવા માટે મથામણ શરુ કરી છે.

અમેરિકાની ઓહયો યુનિ. ના વિજ્ઞાનીકોએ મંગળની તસ્વીરોના આધારે એવો દાવો કર્યો છે કે મંગળ પર જીવનની શકયતાના સંકેતો મળે છે. માર્સરોવર દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરોનું પૃથ્થકરણ કરનાર વિજ્ઞાનીક પ્રઘ્યાપક વિલિયમ રોમોસરે દાવો કર્યો છે કે આ તસ્વીરોમાં મંગળ ઉપર જીવની શકયતા દેખાઇ રહી છે. તસ્વીરોમાં જીવાણુઓના આકાર અને પુરાવાઓ મધમાખીના આકારના ચિત્રો અને સંજીવ અને નિજીવ બન્ને પ્રકારના જીવાશ્મીઓ જોવા મળ્યા છે. શકય છે કે મંંગળ ઉપર જીવન પાંગરતુ હોય તસ્વીરોમાં બન્ને પ્રકારના અશ્મીઓ સંજીવ અને નિજીવના મળેલા સંકેતો  મંગળ ઉપર જીવો હોવાના પુરાવા આપે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

મંગળ ઉપરથી મળેલી તસ્વીરોમાં સુક્ષ્મ જીવાણુઓના ફોટાના તુરંત અને પાંખો, પગ અને ઊડતા અને ચાલતા સુક્ષ્મજીવોના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા છે.રોમોસરે દાવો કર્યો છે કે માર્સરોવર સામાન્ય રીતે જૈવિક ગતિ વિધીઓ પર નજર રાખે છે અને અસંખ્ય તસ્વીરોમાં સ્પષ્ટ પણે જીવજંતુઓ અને સજીવના આકારો દેખાઇ રહ્યા છે. મંગળ ઉપરથી લેવાયેલી અસંખ્ય તસ્વીરામાં સજીવના વિવિધ આકારોમાં પગ અને પાંખો સ્પષ્ટ પણે દેખાય છે. એક જીવાણુ તો ડાઇ મારતો હોય તેમ ભૂમિ પરથી છલાંગ લગાવતી વખતે શરીર ખેંચતો હોય તેવું દેખાઇ રહ્યું છે. વિજ્ઞાનિકોએ મંગળની આ તસ્વીરોને ફોટોગ્રાફટ પરિણામોમાં મુખ્યત્વે બ્રાઇટનેસ, કોન્ટ્રાસ અને તસ્વીરો સ્પષ્ટ  કરી રેખા ચિત્રોને વધુ સારી રીતે જોવાના પ્રયત્નોમાં જીવોના વિવિધ આકારો જોવા મળ્યા હતા. રોમોસરે  તેના અભ્યાસમાં તસ્વીરોનું ઊડાણ પૂર્વકનું અઘ્યયન શરુ કર્યુ છે. આ તસ્વીરોમાં સુક્ષ્મજીવોની ગતિવિધિ ઊંડાણ અને હલન ચલનના પુરાવારુપ સંબંધીત ચિત્રોમાં ચમકતી આંખો પણ દેખાઇ રહી છે.

વિજ્ઞાનીકોને જો એક વખત સ્પષ્ટ તસ્વીર મેળવવામાં સફળતા મળી જાય તો મંગળ ઉપર જીવન હોવાના સત્તાવાર દાવા થઇ શકે તેમ છે. મંગળ પરથી મળેલી આ તસ્વીરોમાં શરીરના આકાર અને કંકાલોના જોડાણના સંકેતોવાળા શરીરના ત્રણભાગો સ્પષ્ટ રીતે દેખાઇ છે જેમાં શરીરની રચનામાં એકજોડી સુરેખ પ્રતિબિંબ સાથે છપગો અને કયાંક તો ચકચકતી આંખો જેવા આભાસો દેખાઇ રહ્યા છે. મંગળ ઉપરથી મળેલી તસ્વીરોના ઝાંખા આભાસમાં પૃથ્વી ઉપરની વિવિધ પ્રકારની મધમાખીઓના અશ્મીઓ અને ચિત્રો જેવા ભાસ જોવા મળ્યો છે. મંગળ પર પૃથ્વી જેવી સજીવ સૃષ્ટિ પોષણ કડી આકાશ, પાણી જેવી સરચના હોવી જોઇએ મંગળ ઉપર જીવનના મજબુત પુરાવાઓ જૈવિક સામાજીક અને તાર્કિક પ્રશ્ર્નોનો પૃષ્ટિ આપી રહ્યા છે. અમેરિકાની રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદમાં એન્ટોમો લોજીક સોસાયટીએ આ અહેવાલ રજુ કરી ને સમગ્ર વિશ્વના વિજ્ઞાનીકોને નવી દિશામાં વિચારતા કરી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.