Abtak Media Google News

ધ્રાંગધ્રા ધુડખર અભ્યારણ્યની ઓફીસ સામે આંદોલન

પ્રશ્નો હલ નહિ થાય તો ભૂખ હડતાલની ચીમકી

રાજ્ય સરકાર દ્વારા એક તરફ મછ્ય ઉધોગને પ્રભુત્વ માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફળવાય છે સાથે રાજ્ય સરકારમા મછ્ય ઉધોગ માટે એક અલગ પ્રકારની શાખા તથા મંત્રીની નિમણુક કરાય છે જેથી માછીમારોની લુપ્ય થતી ઓળખને સમાજમા આગવુ સ્થાન મળે. પરંતુ બીજી તરફ ખરેખર જોવામા આવે તો માછીમારી કરતા લોકોને રાજ્યના ઝાલાવાડ પંથકમા ખુબજ કપરી પરીસ્થિતીમા રહેવુ પડે છે જેનુ કારણ છે મીઠા ઉધોગ અને રણકાંઠાનુ અભ્યારણ્ય. જેમા લુપ્ત થતી પ્રજાતીઓમાના ઘુડખરની વસ્તી માત્ર ઝાલાવાડ પંથકના રણકાંઠામા જ નજરે પડે છે જેથી આ જંગલી પશુને અભ્યારણ્ય આટવામા તો આવ્યુ છે સાથે વષોઁ પહેલા કચ્છ-કંડલામા મીઠુ પકડવતા ઉધોગોને કંડલા પોર્ટ થતા ત્યાથી ખદેળી દેવામા આવ્યા હતા જેના લીધે મીઠુ પકડવવાનો ઉધોગ રણકાંઠાના સામખીયાળી, માળીયા, નિમકનગર, કાજેળા સહિતના કાંઠામા આવ્યા હતા મીઠુ પકડવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ જરુરી છે જેથી મીઠાનો ઉધોગ કરનારા વેપારીઓ રણમા આવતા પાણીને રોકવા માટે પાળો બાંધે છે જેના લીધે રણમા ઉપરથી આવતુ પાણી આગળ વધી શકતુ નથી અને પાણી આગળ નહિ વધતા માછીમારોને પોતાનો ધંધો રોજગાર પુરો પડી શકતો નથી જ્યારે રણમા આવતા માઠા અને ખારા પાણીના મીશ્રથી જીંગા નામની પ્રજાતી ઉત્પન થાય છે જેને માછીમારો દ્વારા મછ્ય ઉધોગની જેમ પકડી પોતાનુ જીવન ગુજરાન ચલાવે છે. રણકાંઠાની અભ્યારણ્ય જમીન પર મીઠુ ઉધોગ કરનારાઓની સરકારી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ સાથેની સાંઠ-ગાંઠથી તેઓ અભ્યારણ્યના દરેક નિયમોનુ ઉલ્લંઘન કરે છે. અશિક્ષીત માછીમારોનુ રોજગાર છીનવાઇ જતા હવે પરીસ્થિતી એવી ઉદભવી છે કે માછીમારો તથા મીઠાઉધોગ ધરવતા વેપારીઓ સામસામે આવી ગયા છે અને માછીમાર લોકો માઠુ પકવવા માટે પાણી સંગ્રહ કરેલા પાળાને તોડી પાડે છે જેના લીધે અનેક વાર પોલીસ ફરીયાદો તથા ઝગડાઓ ઉદભવ થાય છે

રણકાંઠાના માછીમારો દ્વારા મીઠા ઉધોગ ધરાવતા વેપારીઓની જો હુકમીથી અનેક વખત ઉચ્ચસ્તરે ફરીયાદ તથા રજુવાતો કરાઇ છતા પણ કોઇજાતની કાર્યવાહી નહિ કરતા આજે સામખીયાળીથી ખારાઘોડા સુધી રણકાંઠાના તમામ માછીમારો દ્વારા ધ્રાગધ્રા ફોરેસ્ટ ઓફીસ સામે પ્રતિક ધરણા શરુ કયાઁ હતા. અશિક્ષિત માછીમારોને ન્યાય મળે તે માટે સામાજીક કાર્યકર તથા આર.ટી.આઇ એક્ટીવીસ્ટ હરેશભાઇ બાલાસરા દ્વારા સુકાન સંભાળી ધ્રાગધ્રા ફોરેસ્ટ ઓફીસ સામે આજના દિવસે પ્રતિક ધરણા કરી અગામી સમયમા માછીમારોના પ્રશ્નો હલ નહિ થાય તો ગાંધીનગર ખાતે પણ ભુખહડતાલ શરુ કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. જ્યારે માછીમારી તથા જીંગાના રોજગાર સાથે જોડાયેલા ધ્રાગધ્રા કનુભા જાડેજા સહિતના વેપારીઓ દ્વારા પણ ટેકો જાહેર કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.