Abtak Media Google News

યુવાને ઝેરી દવા પીવાના પ્રકરણમાં નામ ન ખોલાવવા લાંચ લીધી: કોન્સ્ટેબલે લોકઅપમાં રાત વિતાવી

અમરેલીના સાવરકુંડલામાં એસીબીની ટીમે ઇન્ચાર્જ પી.આઇ. સહીત બે પોલીસકર્મી સામે લાંચનું છટકુ ગોઠવીને દરોડા પાડેલ ગયા ત્યારે પોલીસ સ્ટેશન બહાર જ એસીબીની ટીમ અને પોલીસ વચ્ચે દોડાદોડીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાએ અમરેલી સહિત પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.

એસીબીના લાંચના આ કેસની વિગત મુજબ અમરેલી જીલ્લાના સા.કુંડલા ગામના એક નાગરીકે ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો. જેની જાણવા જોગ પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ થઇ હતી.

જેની તપાસ સા.કુંડલા ટાઉન બીટના એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ગોહીલ ચલાવતા હતા ઇન્ચાર્જ પી.આઇ. પી.બી. ચાવડાઅ ઝેરી દવા પીનારા નાગરીકના સંબંધીનું નામ ન ખોલવા માટે પહેલા ૧પ હજાર લાંચની માંગણી કરી હતી.

ત્યારબાદ  પોલીસ સ્ટેશન ખાતે રુબરુ બોલાવીને ફરીયાદીને આ પ્રકરણમાં ફરીયાદ કરવામાં આવતા દવા પીનારા જાગૃત નાગરીકના સંબંધી નામ ન ખોલવા માટે ઇન્ચાર્જ પી.આઇ. પી.બી. ચાવડા વતી હેડ કોન્સ્ટેબલ અરવિંદ પરડવા અને એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ગોહિલએ ૮૦ હજારની લાંચ માંગી હતી. જેના સંદર્ભે એ.સી.બી.એ. લાંચનું છટકું ગોઠવીને રેઇડ પાડવા જતા હેડ કોન્સ્ટેબલ અરવિંદ પરડવા ૮૦ હજારની લાંચની રકમ સ્વીકારીને ફરીયાદીએ આજીજી કરતાં જમાદારે પાંચ હજાર પરત આપતા સમયે એસીબીની ટીમને જોઇ જતાં જમાદારે પોલીસ સ્ટેશનની બહારથી દોડ મૂકીને રેલવે ટ્રેક તરફ ઝાડીમાં ભાગવા લાગતા એસીબીની ટીમ પણ જમાદાર પાછળ દોડી જમાદાર અરવિંદ પરડવા ૭૫ હજાર લાંચની રકમ ફેંકીને અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. આ બનાવ બાદ એસીબી દ્વારા આખી રાત નાસી છુટેલા જમાદાર અરવિંદ પરડવાની શોધખોળ હાથ ધરી અને ઝડપી લેવામાં આવ્યો હતો.

એસીબીની ટીમ ટ્રેપને સફળ બનાવવા માટે કવાયત હાથ ધર્યા બાદ આજે સા.કુંડલાના ઇન્ચાર્જ પી.આઇ. પી.બી.ચાવડા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ લાંચ સ્વીકાર કરનાર હેડ કોન્સ્ટેબલ વિરુઘ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.