Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલા ૪૦૦૦ જેટલા વકીલોમાં હર્ષની લાગણી ફેલાઇ

વકીલોએ પૂજાપાઠ કરી કામગીરી શરૂ કરી: હવે કોર્ટની કામગીરી વધુ વેગંવતિ બનશે

 

કોરોના કાળમાં છેલ્લા ૧૧ માસથી બંધ રહેલી રાજયની તમામ અદાલતોમાં આજથી ફીઝીકલ કાર્યવાહી પુન: શરૂ વકીલ આલમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ બાર એસો. દ્વારા આજે ન્યાયધીશોની હાજરીમાં કોર્ટ કમ્પાઉન્ડમાં પૂજા અર્ચના કરી કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

Dsc 3738 C

 

રાજયભરમાં વકરેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજયભરમાં સરકારી કચેરીઓ સહિતની સંસ્થાઓની કામગીરી બંધ કરી લોકડાઉન કરવામાં આવી હતી. છેલ્લા ૧૧ માસ અને ૯ દિવસથી કોર્ટમાં અરજન્ટ કાર્યવાહી સિવાયની તમામ કામગીરી ઉપર રોક લગાવવામાં આવી હતી. લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી બંધ પડતા સીનીયર અને જુનીયર વકીલોની આર્થિક પરિસ્થિતિ નબળી પડી હતી. વકીલોની આર્થિક પરિસ્થિતિને ઘ્યાને લઇ રાજયભરના વકીલ મંડળો દ્વારા રાજયની તમામ અદાલતોમાં ફીઝીકલ કાર્યવાહી શરુ કરવા અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કેસો ઘટતા હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં ફીઝીકલ કાર્યવાહી શરુ કરવાનો આદેશ થતા રાજયભરની તમામ અદાલતોમાં આજથી ફીઝીકલ કાર્યવાહી પુન: શરુ કરવામાં આવી હતી.

 

Dsc 3744

 

રાજકોટની તમામ અદાલતોમાં આજથી કોર્ટ કાર્યવાહી શરુ થતાં વકીલ આલમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ બાર એસો. દ્વારા કોર્ટ કાર્યવાહી ૧૧ માસ બાદ પુન: શરુ થતા સીવીલ હોસ્૫િટલ કોર્ટ કંમ્પાઉન્ડમાં પુજા અર્ચના કરી કોર્ટ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી સહીતની ટીમ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલ સહીતના વકીલો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.