Abtak Media Google News

કાર્યકારી કુલપતિ નિલામ્બરીબેન દવેનો વિદ્યાર્થીહિતમાં નિર્ણય

રૂ.૫૦૦ માંથી ઘટાડી ‚રૂ.૪૫૦ કરાયા: અંદાજીત ૨૫ હજાર વિદ્યાર્થીઓને થશે ફાયદો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા બે દાયકાઓથી શિક્ષણ, સંશોધન અને માળખાકીય સુવિધાઓમાં સરાહનીય કામગીરી કરેલ છે અને રાજય કક્ષાએ વિદ્યાર્થીલક્ષી યુનિવર્સિટી બની રહી છે. જોકે હાલ કાયમી કુલપતિની નિમણુકમાં વિલંબ છે તેમ છતાં કાર્યકારી કુલપતિ નિલામ્બરીબેન દવે એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્ન કરતા કાર્યકારી કુલપતિ દવેએ ફરી એકવાર વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો છે. સંશોધન ક્ષેત્રે આગળ વધતા વિદ્યાર્થીઓ માટે કાર્યકારી કુલપતિ નિલામ્બરીબેન દવેએ અગાઉના વિદ્યાર્થીહિતના નિર્ણયોની જેમ ભાવિ સંશોધકોને કેન્દ્રમાં રાખી પીએચડી પ્રવેશ પ્રક્રિયાની પરીક્ષાની ફીમાં ૧૦ ટકા જેટલો ઘટાડો કર્યો છે. અગાઉ આ પરીક્ષામાં ૫૦૦ ‚પિયા લેવામાં આવતા હતા જે ચાલુ વર્ષે ‚ા.૪૫૦ લેવામાં આવશે.

આ તકે પ્રોફેસર નિલામ્બરીબેન દવેએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પીએચડીની પ્રવેશ પ્રક્રિયાની ફીમાં સ્વૈચ્છિક રીતે નિર્ણય કરવામાં આવ્યો છે. ભુતકાળમાં એવી અનેક ઘટનાઓ બનેલી છે જેમાં વિદ્યાર્થીઓના આંદોલનો અને ધરણાઓએ ફીમાં ઘટાડો કરાવ્યો હોય જયારે આ નિર્ણય સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો છે. પીએચડીની પરીક્ષાની ફીમાં ઘટાડો થતા તેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળશે. કાર્યક્ષમ અને પારદર્શક વહિવટનું સીધું પરીણામ વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી ભવિષ્યમાં અનેક નિર્ણયો કરવામાં આવશે.

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ઘટાડો કરવામાં આવતા વિદ્યાર્થી જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પીએચડી પ્રવેશ પરીક્ષાના ફોર્મ તા.૧૬ ઓગસ્ટ ૨૦૧૮ થી તા.૫ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન યુનિવર્સિટીની વેબસાઈટ  www.saurashtra university.edu પરની લીંક દ્વારા ઓનલાઈન અપલોડ થઈ શકશે. પીએચડી પ્રવેશ પરીક્ષાના કો-ઓર્ડીનેટર ડો.પુરુષોતમ મારવણીયા, અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષે પણ કુલપતિના આ નિર્ણયને બિરદાવ્યો છે.

આ તકે ઉલ્લેખનીય છે કે અગાઉ નેટ તથા જી-સેટના કોર્ડીનેટર તરીકેની ડો.મારવણીયાની કામગીરી સુપેર કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.